ભાજપ ચૂંટણી જીત્યાં બાદ ભુલી ના જાય

ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો

એજન્સી|

પ્રવાસન -
* પ્રવાસન ઉદ્યોગના નક્શામાં ગુજરાતને વૈશ્વિક પ્રવાસનના આકર્ષણનું કેંદ્ર બનાવીશું.
* વિશાળ દરિયા કાંઠાનો પ્રવાસન યોગ્ય વિકાસ કરવા આંતર માળખાકીય સવલતો ઊભી કરાશે.

વાહનવ્યવહાર -
* છકડા અને જીપે વાહનવ્યવહારના માધ્યમ તરીકે મહત્વનું સ્થાન મેળવી લીધું છે. પ્રજાજનોને રાહત રહે, તે માટે વિચાર કરીને યોગ્ય કાયદાકીય ફેરફારો કરીશું.
* અમદાવાદ અને વડૉદરા વચ્ચેના ઑટોબન પ્રોજેક્ટને આવતાં બે વર્ષમાં પૂરો કરવાનું અને બીજાં ત્રણ વર્ષમાં સુરત સુધી લંબાવીને પૂર્ણ કરવાનું લક્ષ્ય.
શહેરી વિકાસ -
* બધાં શહેરોમાં રસ્તા, પાણી, વિજળીની સગવડો મળે, તેવું આયોજન કરીશુ.
* શહેરી વિસ્તારોમાં હયાત ઝૂંપડપટ્ટી વિસ્તાર માટે અલગ યોજના તૈયાર કરવામાં આવશે અને તેમાં રહેનારા લોકોને પાકું ઘર મળે. આવશ્યક નાગરિક સેવાઓ મળે અને આરોગ્યની સુરક્ષા થાય, તે માટે ખાસ નીતિનું ઘડતર કરીશું.
પંચાયત મહેસૂલ ... નંદગાંવનો આદર્શ -
* ગ્રામસભાઓ મજબૂત થાય, તેવી નીતિ અપનાવશે.
* પંચાયતી રાજને વિકેંદ્રીકરણથી સક્ષમ બનાવવા "અભ્યાસ સમિતિ" બનશે.

ન્યાય અને કાયદો -
* રાજકોટ અને સુરતમાં હાઈકોર્ટની બેંચ.
* દરેક જીલ્લામાં કાયદાનું શિક્ષણ આપતી કૉલેજ. * જેલના કેદીઓની સુનાવણી માટે વિડીયો કોંફરેંસનું માધ્યમ ન્યાયતંત્રમાં કાર્યરત કરીશું.

લોકોભિમુખ વહીવટ ... ગુજરાતી કૌશલ્ય બુદ્ધિસાગર પરિષદ-
* ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ અસરકારક રીતે થાય, તે માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અગ્રણી નાગરિકોની એક
બિનસરકારી સ્વાયત્ત "થિંક ટેંક" ની રચના કરવામાં આવશે. * રાજ્યમાં વિવિધ સામાજિક, ઔધિગિક અને તેમજ આંતરમાળખાકીય વિકાસ માટે અને તેનો ફાયદો સમાજના નિમ્નસ્તર સાથે છેવાડાના નાગરિકોને સહેલાઈથી મળે, તે માટે જે તે વિષયોના તજજ્ઞોની બિનસરકારી પેનલની રચના કરવામાં આવશે.

કર્મયોગી યોજના -
* રાજ્ય સરકારના કર્મચારી મંડળૉ સાથે પરામર્શ કરીને તેમના લોકમિત્ર ભાવનાવાળા વહીવટ, સામાન્ય નાગરિકના પ્રશ્નો ઝડપથી નિકાલ થાય અને વહીવટને વધુ માનવીય બનાવવા અગ્રિમતાના ઘોરણે પગલાં લઇશું. * બિન જરૂરી વિલંબ ટાળવા વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ કરાશે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ -
* આવનાર વર્ષોમાં એક પણ કતલખાનાને મંજૂરી અપાશે નહિ અને જે ગેરકાયદેસર છે, તેને બંધ કરાશે.
* પવિત્ર યાત્રાધામોના દસ કિલોમીટરના વિસ્તારમાં કતલખાના બંધ કરવા.

પોલિસતંત્રનું આધુનિકીકરણ - * આર્થિક ગુનાઓ ડામવા માટે અસરદાયક વ્યવસ્થા.
* અસામાજિક તત્વો સામે સલામતી રાખવી.
* ગુજરાતની સરહદ અને પાકિસ્તાન વચ્ચે કાંટાળી વાડ કરવા માટેના કાર્યમાં રાજ્ય સરકાર આગળ વધે, તેના પ્રયત્નો કરવા.

સુદર્શન સુરક્ષા કવચ -
* રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવું. ત્રાસવાદ સામે લડવાની યુવાનોને તાલીમ આપવી. * સરહદે આવેલાં વિસ્તારના રહીશો માટે ખાસ ઓળખપત્ર અને હથિયારની તાલીમ સાથે પરવાનગી આપવી.
* સરહદે આવેલાં વિસ્તારમાં સેન્ય પ્રશિક્ષણ આપવું અને તેની સ્કૂલોની સ્થાપના કરવી.

શક્તિગ્રામ યોજના -
* સંરક્ષણને ઉપયોગી સરંજામ બનાવતા ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા માટે ખાસ યોજના બનાવવી.
* દેશના હિતમાં શહીદ થયાં શહીદોના કુટુંબોની સાજ-સંભાળ માટે અલગથી એક વિભાગ બનશે.
ઇંફર્મેશન ટેક્નોલોજી -
* સંચાર અને સૂચનાની વ્યવસ્થાઓને વિશ્વ સ્તરે લાવવું.
* રાજ્યનો છેવાડાનો માનવી પણ સરકાર સાથે જીવંત સંપર્કમાં રહી શકે અને વહીવટમાં પારદર્શકતા આવે, તે માટે ઈ-ગવર્નંસ ( ઈલેક્ટ્રોનિક્સ વહીવટ) ના માધ્યમોનો વ્યાપ વધારીશું.

વીજળી ... સૂર્યદેવની ઊર્જા : * ગામડામાં 24 કલાક સિંગલ ફીએજ વીજ પુરવઠો આપવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાશે.
* વીજ વિતરણમાં હાલમાં થતો ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાંસમિશન લોસ ઓછો કરવા માટે સઘન અને કડક વ્યવસ્થા અને પગલાં લેવામાં આવશે.
* ખેતી માટેનો વીજ પુરવઠો 14 કલાક આપવાનું આયોજન કરીશું.

આદિત્ય નારાયણ ઊર્જા પેકેજ -
* દર વર્ષે 1000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વધારીને આવતા 10 વર્ષોમાં કુલ બમણી ક્ષમતા કરવાની સાથે નવું વીજ ઉત્પાદન ઓછા ખર્ચે થાય- તે માટે લિગ્નાઇટ, ગૈસ, અણુ, દરિયાઈ મોજાં, સૂર્ય ઊર્જા, પવન, જૈવિક ઉર્જા, ગોબર ગૈસ, જીયો થર્મલ અને બીજાં બિન પરંપરાગત સ્ત્રોતોનો પૂરી રીતે લાભ લેવાના પ્રયાસો બનશે. * ચાર-પાંચ બેકાર યુવાનોના જૂથને સસ્તા ભાવમાં પવન ચક્કી મળે અને તે માટે ધિરાણ મળે, તેની ગોઠવણ કરવામાં આવશે. આ સામે યુવાનોને રોજગાર મળે અને રાજ્યને સસ્તી વિજળી મળે.

ઉદ્યોગ અને ઇંફ્રાસ્ટ્રક્ચર -
* સાગર કાંઠાના સર્વાંગી વિકાસ માટે કોસ્ટલ એરિયા ડેવલપમેંટ બોર્ડની સ્થાપના.
* વૈશ્વિક મંદીથી માંદા પડેલાં લઘુ ઉદ્યોગને ફરીથી જીવંત બનાવવા તકનીકી રીતે આધુનિકીકરણ, ફાયનેંસ, માર્કેટીંગ, કાચાં માલની વ્યાજબી ભાવે વ્યવસ્થા કરવી અને "ઇંસ્પેક્ટર રાજ" માંથી મુક્તિ જેવાં ઘણાં પગલાંનું ખાસ પેકેજ જાહેર કરવામાં આવશે. * ઔદ્યોગિક મૂડીના રોકાણમાં ગુજરાત દેશમાં પહેલાં ક્રમે આવી જાય, તેવી નીતિ બનાવવી.

કૃષિ અને ગ્રામવિકાસ ... બલરામનો પુરુષાર્થ
* કૃષિ અને પશુપાલનની ગ્રામીણ અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા હોવાથી ખેત ઉત્પાદનની વાર્ષિક વિકાસ અદર 4 ટકા કરવી અને પશુપાલન-ડેરી ઉદ્યોગ સાથે 7 ટકાની વિકાસ દર પામવી. રાજ્યમાં ઘરેલું ઉત્પાદન બાબતે કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો હિસ્સો વધીને 10 વર્ષોમાં બમણો થાય, તેવો કાર્યક્રમ બનાવવો. * રાજ્યની હાલની સિંચાઈ યોજનાઓની ક્ષમતા વધારવી.
* ખેડૂતોને ચિંતા કરાવતી વિજળીમાં "મીટર પ્રથા" અંગે રાષ્ટ્રીય નીતિ બનવી જોઇએ, એમ અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ.
આખા દેશના રાજ્યોમાં જ્યાં સુધી રાષ્ટ્રીય નીતિ નક્કી ન થાય અને તેનું અમલીકરણ બધે ન થાય, ત્યાં સુધી ગુજરાતમાં ખેતી માટે વિજળીમાં "મીટર પ્રથા" દાખલ નહિ થાય. જો ખેતી માટે વિજળીમાં મીટર પ્રથા દાખલ થાય તો આખા દેશમાં થાય નહિતર ક્યાંય પણ ન થાય, જે માટે ભાજપ વચનબદ્ધ છે!
શિક્ષણ .... મા સરસ્વતી દેવીની ઉપાસના
* આદિવાસી વિસ્તારોમાં કોલેજ શરૂ કરવા માટે ગ્રાંટ આપવામાં આવશે.
* દરેક શાળામાં સેનિટેશન સંકુલ સાથે પાણીની સુવિધા રહેશે.
* આંગણવાડીની બહેનો અને હેલ્પરના વેતનમાં વધારો થશે.
* હાલમાં ગુજરાતમાં પ્રાદેશિક ઘોરણે યુનિવર્સિટીઓ છે. વિશ્વમાં ચાલતા નવા અભિગમ પ્રમાણે વિષયવાર યુનિવર્સિટી બનશે. * એંજીનિયરીંગ, મેડીકલ સાથે અહિંસા અને યોગા યૂનિવર્સિટીઓ પણ બનશે.
સિંચાઈ અને જળક્રાંતિ ... ગંગા-જમનાનું સામર્થ્ય
* ખંભાતના અખાતને મીઠા પાણીનું સરોવર બનાવવા અભ્યાસ જૂથ બનશે.
* ગામડાનું પાણી ગામમાં, શહેરનું પાણી શહેરમાં અને તેમજ સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય- એવું આયોજન કરવું.
* ગુજરાતની સમુદ્રને મળતી નદીઓના પાણીને રોકીને સમુદ્ર કિનારાને કેરાલાની જેમ લીલુડી વાડી બનાવવા દરિયાને નાથીશું. આના લીધે સેલીનીટીનો પ્રશ્ન હળવો થશે અને ભૂગર્ભમાં જળ વધશે.
ભાજપના બુદ્ધિજીવીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 2002 ના સંકલ્પપત્રમાં થોકબંધ વચનો આપવામાં આવ્યાં હતાં; જ્યારે કે હવે ફરી એક વાર રાજ્યની વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે...તેમ છતાં આ વચનોને પૂરાં પાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. હવે ફરી 2007નો ચૂંટણી ઢંઢેરો રજૂ કરી પ્રજા સમક્ષ ભાજપ અને કોંગ્રેસ, બન્ને પક્ષો તરફથી વચનોની લહાણી કરવામાં આવશે. હવે ગુજરાતની પ્રજાને ખરેખર જાગૃત થવાનો સમય આવી ગયો છે. પાંચ વર્ષે મળતો આ "મતદાન"નો લહાવો મેળવીને આ રાજકીય પક્ષોને તેમની યોગ્ય જગ્યા બતાવવી પડશે
(સૌજન્ય : ધર્મેન્દ્ર વ્યાસ, અમદાવાદ)


આ પણ વાંચો :