રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા સીટ
Written By
Last Updated : ગુરુવાર, 17 નવેમ્બર 2022 (15:55 IST)

Gujarat Vidhansabha Seat - છેલ્લી સાત ટર્મથી ભાજપના હાથમાં રહેલી અમદાવાદ જિલ્લાની દસક્રોઈ બેઠક પર આ વખતે શું થશે?

vidhansabha seat
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહાજંગમાં દસક્રોઇ બેઠકની વાત કરીએ તો દસક્રોઈ વિધાનસભા બેઠક પર છેલ્લા સાત ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે. કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ આ વિધાનસભા બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. અહીંયા અમે તમને અમદાવાદની દસક્રોઈ વિધાનસભા બેઠકની જાણકારી આપી રહ્યા છે. આ બેઠક પર જાતિગત સમીકરણો, રાજકારણ તથા કયા કયા વિવાદો સામે આવ્યા છે, તે અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે.

દસક્રોઈ વિધાનસભા બેઠકમાં લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, ગોતા (શહેર), થલતેજ (શહેર), બોપલ (શહેર)નો સમાવેશ થાય છે. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 56.93 નોંધાઈ હતી.વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબુભાઇ જમનાદાસ પટેલે કોંગ્રેસના પંકજભાઈ ચીમનભાઈ પટેલને હરાવ્યા હતા. વર્ષ 2012માં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલે કોંગ્રેસના લક્ષ્મણ બારૈયાને હરાવ્યા હતા.2007માં બાબુભાઈ જમનાદાસ પટેલે જીત મેળવી હતી અને કોંગ્રેસના મધુ ઠાકોરને હરાવ્યા હતાં.દસક્રોઈ વિધાનસભા મતવિસ્તાર ખેડા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2019માં થયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને હરાવ્યા હતા.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં દસક્રોઈ વિધાનસભા બેઠક માટે બાબુભાઈ જમનાદાસ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા ભાજપે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપે ફરીવાર વિશ્વાસ સંપાદન કરીને માટે બાબુભાઈ જમનાદાસ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.દસક્રોઈ વિધાનસભા બેઠકમાં 24.6 ટકા ઠાકોર, 21.4 ટકા પટેલ, 8.7 ટકા દલિત, 8 ટકા ક્ષત્રિય તો 37.4 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આમ દસક્રોઈ વિધાનસભા બેઠકમાં ઠાકોર અને પટેલ મતદારોનું વધુ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. દસક્રોઈ વિધાનસભા બેઠકમાં કુલ 3,79,237 મતદારો છે. જેમાંથી 1,81,098 મહિલા મતદારો છે અને 1,98,132 પુરુષ મતદારો છે. દસક્રોઈમાં આ કુલ મતદારોમાં આ વર્ષે 15,274 મતદારો નવા નોંધાયા છે. દસક્રોઈમાં 283 મતબૂથ કેન્દ્રોમાંથી 149 મતબૂથ કેન્દ્રો સંવેદનશીલ છે. અમદાવાદમાં સૌથી વધુ સંવેદનશીલ મતબૂથ દસક્રોઈમાં આવેલા છે.બાબુભાઈ જમનાદાસ પટેલ કડવા પાટીદાર સમાજના આગેવાન અને ગુજરાત વિધાનસભાની દસક્રોઈ બેઠક ઉપરથી ભાજપ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. દસક્રોઈ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા સાત ટર્મથી ભાજપ આ બેઠક પર ભગવો લહેરાવી રહ્યું છે. તો ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ છેલ્લા 4 ટર્મ એટલે કે વર્ષ 2002થી 2017 સુધી આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે.