1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગુજરાત દિન
  4. Gujarat Day Wishes, Quotes, WhatsApp Messages, Facebook Greetings in Gujarati

Gujarat Day 2026 Wishes: ગુજરાત દિવસના શાનદાર ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Gujarat day
Gujarat day

Gujarat Day 2026 Wishes in Gujarati: જ્યારે ભારતને બ્રિટિશ સરકારના શાસનમાંથી આઝાદી મળી, ત્યારે આઝાદી પછી ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાત (Gujarat) બોમ્બે પ્રેસિડેન્સી(Bombay Presidency)નો ભાગ હતા. જોકે, આઝાદી પછી તરત જ, ભાષાના આધારે અલગ અલગ રાજ્યો બનાવવાની માંગણીએ જોર પકડ્યું અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956 હેઠળ, ભાષાના આધારે ઘણા રાજ્યોની રચના કરવામાં આવી. આ કાયદા હેઠળ, કન્નડ ભાષીઓ માટે કર્ણાટક, તેલુગુ ભાષીઓ માટે આંધ્રપ્રદેશ, મલયાલમ ભાષીઓ માટે કેરળ અને તમિલ ભાષીઓ માટે તમિલનાડુની રચના કરવામાં આવી હતી, પરંતુ મરાઠી અને ગુજરાતી ભાષીઓને ભાષાના આધારે અલગ રાજ્ય માટે લાંબો સમય રાહ જોવી પડી હતી અને અનેક આંદોલનોનો આશરો લેવો પડ્યો હતો. ત્યારબાદ 1 મે 1960 ના રોજ, ભાષાના આધારે બોમ્બે પ્રેસિડેન્સીનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની સ્થાપના કરવામાં આવી. ત્યારથી, બંને રાજ્યો 1 મે ના રોજ તેમના રાજ્ય સ્થાપના દિવસ(State Formation Day)ની ઉજવણી કરી રહ્યા છે.
gujarat day
gujarat day
 
ગુજરાતના લોકોની બહાદુરી અને 
સાહસને યાદ કરો અને 
તેમને સલામ કરો  
ગુજરાત દિવસની શુભેચ્છા 

  
 
2- ગુજરાત રાજ્યની એકતા અને  
વિવિધતાનો હંમેશા જશ્ન ઉજવાય 
રાજ્યની નવાચારની ભાવના 
સફળતાની નવી ઊંચાઈઓ સુધી લઈ જાય 
ગુજરાત દિવસની શુભકામના 
: Formation of Maharashtra & Gujarat States
: Formation of Maharashtra & Gujarat States
3- આ ગુજરાત દિવસ પર 
આવો આપણે આપણા પૂર્વજોના 
બલિદાન અને યોગદાનને યાદ કરીએ 
રાજ્યની વિરાસત મહાનતાને પ્રેરિત કરતી રહે 
ગુજરાત દિવસની શુભેચ્છા 
 
4- ગુજરાત રાજ્ય નિરંતર પ્રગતિ કરતુ રહે  
રાજ્યની પરંપરાઓ પેઢી દર પેઢી આગળ વધે  
પ્રેમ, સમ્માન અને એકજૂટતા સૌના દિલમાં રહે 
ગુજરાત સ્થાપના દિવસ પર આ જ કામના છે 
ગુજરાત દિવસની શુભકામનાઓ 
Happy Gujarat Day
Happy Gujarat Day
5- આશા છે કે રાજ્યનુ ગૌરવ 
   દરેક વીતતા વર્ષો સાથે અને 
  વધુ ઉજ્જવળ થતુ જશે 
  રાજ્ય સદૈવ ચમકતુ રહે, આ જ પ્રાર્થના છે  
 
ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે, રાજ્યભરમાં ભવ્ય પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી લોકોને રાજ્યની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસથી વાકેફ કરવામાં આવે. ગુજરાતને ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે, જેનો પોતાનો પ્રાચીન અને ગૌરવશાળી ઇતિહાસ છે. એવું કહેવાય છે કે માનવ સભ્યતા અહીં 5 હજાર વર્ષ પહેલાં વિકસિત થઈ હતી, તેથી આ રાજ્ય ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, આ રાજ્યની ઉત્તર-પશ્ચિમ સરહદ પાકિસ્તાનને અડીને છે, જ્યારે તેનો વિસ્તાર 1,96,024 ચોરસ કિલોમીટર છે.
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો
આગળનો લેખ
1 May New Rules: LPG સિલેન્ડરથી લઈને બેંક ટ્રાંજેક્શન સુધી, 1 મે થી બદલાય જશે આ 10 નિયમ, તમારા ખિસ્સા પર પડશે અસર