ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. આજ-કાલ
  3. ગુજરાત દિન
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2024 (16:14 IST)

Gujarat Sthapana Din Special - એવી ગુજરાતી ડિશિસ જે હંમેશા રહે છે ગુજરાતીઓના દિલમા

ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત તેના અનેક પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં ફરવા માટે જેટલા લોકપ્રિય સ્થળો છે, તેટલું જ ગુજરાત તેના ખોરાક માટે પણ જાણીતું છે. બસ, ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે અને કેમ ન હોય, અહીંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો તમે પણ ગુજરાતની મુલાકાતે જવાના છો અથવા ગુજરાતી ફૂડ ખાવા માંગો છો, તો આ લેખમાં દર્શાવેલ પ્રખ્યાત ગુજરાતી વાનગીઓ ચોક્કસ ટ્રાય કરો.
 
ખાંડવી - Khandvi 
 
ખાવામાં મુલાયમ, હલ્કી અને સ્વાદિષ્ટ ગુજરાતી ડિશ ખાંડવી, ગુજરાતી ખાવાના શોખીનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાંડવી ડિશ બેસન, મીઠુ અને ખાંડના મિશ્રણ સાથે એક અનોખી ગળી અને ચટપટુ ફરસાણ છે.  સૌથી ખાસ વાત તો એ છે કે તેમા કૈલોરીઝ પણ વધુ હોતી નથી એટલે વેટ લોસ કરનાર લોકો પણ તેને મજાથી ખાઈ શકે છે. ગુજરાતી તો આને નાસ્તામાં જરૂર ખાય છે. 
 
ઢોકળા - Dhokla  
 
ઢોકળા ગુજરાતી ખાવામાં સૌથી વધુ પીરસવામાં આવે છે. સાથે જ ઢોકળા દુનિયામાં સૌથી વધુ ખાવામાં આવતી રેસીપી છે.  નાસ્તો હોય કે લંચ કે પછી ડિનર હોય.. ગુજરાતે વ્યંજન પ્રેમીઓ માટે ઢોકળા ખાવાનો કોઈ સમય નથી હોતો.  ઢોકળા વરાળમાં બનાવવામાં આવે છે અને આ જ કારણ છે કે તેમા ખૂબ જ ઓછુ તેલ વપરાય છે. ઢોકળાને લીલી ચટણી કે મીઠી ચટણી સાથે સૌથી વધુ ખાવામાં આવે છે. 
 
હાંડવો -  Handvo 
 
હાંડવો ચોખા, ચણા દાળ, તુવેર દાળ અને અડદ દાળના પેસ્ટમાંથી બનાવાય છે અને તેની પર ગાર્નિશિંગ સફેદ તલ દ્વારા કરવામાં આવે છે. હાંડવો એક ગળ્યુ અને નમકીન કેક છે. જેને થોડુ ઘણુ ઢોકળા જેવુ બનાવાય છે.  પણ બંનેના સ્વાદમાં ખૂબ અંતર હોય છે. ગુજરાતી લોકો તેલ, જીરુ સરસવ અને કઢી લીમડાના પાનનો વધાર લગાવ્યા પછી હાંડવો બનાવવા માટે એક જુદા પ્રકારના પ્રેશર કુકરનો ઉપયોગ કરે છે જેમા પાણી નહી પણ નીચે રેતી મુકવામાં આવે છે.  

થેપલા - Gujarati Thepla
સામાન્ય રીતે ખાવામાં આવતી આ ગુજરાતી રેસીપી  થેપલા એ મેથીના પાન, ઘઉંનો લોટ અથવા જીરું નાખીને  ઘણી ભિન્નતા સાથે  તૈયાર કરવામાં આવે છે. થેપલામાં અનેક પ્રકારની સામગ્રી મિક્સ કરીને રોટલીની જેમ તૈયાર કરવામાં આવે છે. તમે તેને દહીં અને છુંદા સાથે ગમે ત્યાં સરળતાથી ઉપયોગ કરી શકો છો અને તેને ઠંડા કે ગરમ ખાઈ શકો છો.
 
ઉંધિયૂ  - Gujarati Undhiyu
સૂરતમાં જન્મેલી આ ગુજરાતી ડિશમાં યૂનિક ફ્લેવર હોય છે. સાથે જ તેને થોડી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે. ઉંઘિયૂ મિક્સ વેજીટેબલ ડિશ છે. જેને માટીના વાસણમાં ઉંઘુ કરીને પકવવામાં આવે છે.  ગુજરાતી શબ્દોમાં કહીએ તો આ વાનગીનુ નામ ઉંઘુ પરથી લેવામાં આવ્યુ છે. જેનો મતલબ છે ઉંઘુ કરીને પકવેલુ ઉંઘિયુ.  ઉંઘિયાની સામગ્રીમાં રીંગણ, મુઠિયા, કેળા અને બીંસ બટાકા, લીલા વટાણા, છાશ નારિયળ અને મસાલાની સાથે ધીમા તાપ પર પકવવામાં આવે છે. 
 
બાંસુદી - Gujarati Basundi 
ભારતમાં, દૂધ એક એવું ઉત્પાદન છે જેની મદદથી અડધાથી વધુ મીઠાઈઓ બનાવવામાં આવે છે. બાસુંદી એ એક મીઠી વાનગી છે જેમાં બાફેલા કન્ડેન્સ્ડ દૂધનો સમાવેશ થાય છે અને કસ્ટાર્ડ એપલ અને દ્રાક્ષ જેવા ઘણા સ્વાદમાં બનાવવામાં આવે છે. બાસુંદી ખાસ કરીને કાલી ચૌદસ અને ભાઈબીજ જેવા શુભ પ્રસંગો અને તહેવારો પર પીરસવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે બાસુંદીની વાનગી ઉત્તર ભારતીય વાનગી રાબડી જેવી જ છે.
 
ઘુઘરા  - Gujarati Ghughra
કુરકુરા, ગળ્યા અને ખુશબુદાર સ્ટ્રીટ-ફૂડ ડીપ ફ્રાય કરીને ખાવામાં આવે છે.  તે અન્ય ભારતીય મીઠાઈઓની જેમ છે. તે પરંપરાગત રીતે હોળી અથવા દિવાળી જેવા તહેવારોની ઋતુમાં બનાવવામાં આવે છે. ઘુઘરાને ભારતના અન્ય ભાગોમાં ગુજિયા તરીકે ઓળખવામાં આવે છે. કેલરી પ્રત્યે જાગૃત લોકો આ મીઠાઈને ડીપ ફ્રાય કરવાને બદલે તેને બેક કરીને ખાઈ શકે છે.