મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (15:44 IST)

ચૂંટણીને લઇને તૈયારીઓ પૂર્ણ આવતીકાલે થશે મતદાન, મતદાન મથકો પર પોલીસ તૈનાત

આણંદ જિલ્લામાં 183 ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈને આવતીકાલે 849 મતદાન મથકો પર યોજાનારા મતદાનને લઈને જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,અને આજે આણંદ સહીત દરેક તાલુકા મથકો પર થી પોલિંગ સ્ટાફ મતપેટીઓ બેલેટ પેપર લઈને મતદાન મથકો પર જવા રવાનાં થઈ ગયા હતા. તેમજ દરેક મતદાન મથકો પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
 
આવતીકાલે ગ્રામ પંચાયતની ચુંટણીઓ માટે યોજાનારા મતદાનને લઈને પોલિંગ સ્ટાફ આજે સવારથી આણંદ શહેર સહીત દરેક તાલુકા મથકેથી મતપેટીઓ,બેલેટ પેપર સહીત મતદાન સામગ્રી લઈને મતદાન મથકો પર જવા રવાનાં થઈ ગયા હતા અને મતદાન મથકો પર પહોંચીને મતકુટીર બનાવીને મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. 
 
આણંદ જિલ્લામાં 180 સરપંચની બેઠકો પર 716 ઉમેદવારનું ભાવિ 7.48 લાખ મતદારો દ્વારા આવતીકાલે મતદારો  દ્વારા મતદાન કરીને  નક્કી કરવામાં આવશે. . જયારે 1053 વોર્ડની બેઠકો પર 2500 ઉમેદવારોનું ભાવિ 5.38 લાખ મતદારો નક્કી કરશે. આણંદ જિલ્લામાં મત પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ તંત્રનો 1925 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં કુલ 69 ચૂંટણી અધિકારી અને 69 મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિમણુંકો કરવામાં આવી છે,.
 
ગ્રામ પંચાયતોની ચુંટણી શાંતીપૂર્ણ રીતે પૂર્ણ થાય અને મતદારો નિર્ભિક રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, અને આવતીકાલે સવારથી મતદાન શાંતીપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ તંત્રએ પણ એકસન પ્લાન ધડી કાઢીને મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.