કોંગ્રેસનાં 16 ધારાસભ્યો સસ્પેન્ડ

ગાંધીનગર| વેબ દુનિયા| Last Modified બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (18:16 IST)

બુધવારે રાજ્યપાલનાં અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગ્રેસનાં 16 ધારાસભ્યોને અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા છે.

વિધાનસભાની બાબતો સંભાળતા રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહે આ સભ્યોને સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત રજૂ કરી હતી.

કોંગી ધારાસભ્યોએ મંગળવારે બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે રાજ્યપાલ નવલ કિશોર શર્માંના ભાષણ વખતે ગૃહની કામગીરીમાં વિક્ષેપ પહોંચાડીને ભારે શોરબકોર કર્યો હતો. સરકાર આ સત્રમાં વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની છે.
ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અંગે ગૃહમાં ચર્ચા પણ હતી. ત્યારબાદ અધ્યક્ષ અશોક ભટ્ટે 16 ધારાસભ્યોને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા.


આ પણ વાંચો :