બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લેખાનુદાન09
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (20:46 IST)

લેખાનુદાનનો પટારો (3)

કૃષિ વીજ વપરાશ માટે સહાય...

* રાજયના આદિવાસી વિસ્તારમાં પાણી પુરવઠાની વિવિધ યોજના હાથ ધરવા માટે રૂ. 273 કરોડની જોગવાઈ કરેલ છે.
* લોકભાગીદારી દ્વારા પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થા માટે રૂ. 117 કરોડની જોગવાઈ કરેલ છે.
* અનુસૂચિત જાતિ/જનજાતિ અને ગ્રામ્ય શહેરી ગરીબોના કુટુંબોને ઘરગથ્થું વીજ જોડાણ રાહત દરે આપવા રૂ. 42 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* પ્રગતિ-પથ, વિકાસપથ, પ્રવાસીપથના 760 કિમીના કામો માટે રૂ. 186 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* કિસાનપથ યોજના હેઠળ રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* પોલીસદળના આધુનિકરણ હેઠળ રૂ. 74 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* દેશની તેમજ રાજયની સલામતી ધ્યાને રાખી સરહદી વિસ્તારના વિકાસ માટે રૂ. 24.20 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* વિજળી અંગેના બળતણ તથા વીજ ખરીદ ખર્ચ માટે 2008-09માં રૂ. 794 કરોડ અને આગામી વર્ષ માટે રૂ. 750 કરોડની કૃષિ વીજ વપરાશકારો માટે સહાયકીની જોગવાઈ કરેલ છે.
* ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ને કૃષિ વિષયક પ્રશુલ્કમાં વળતર માટે રૂ. 523.04 કરોડની જોગવાઈ કરેલ છે.
* ગુજરાત રાજય સ્થાપનાની સૂવર્ણ જયંતિ ઊજવણીના યોગ્ય અને અગ્રીમ આયોજન માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* મહાન ક્રાંતીવીર સ્વ.શ્રી શ્યામજીકાૃષ્ણ વર્માના સ્મારકની રચના અર્થે 1 ૫૨ એકરની જમીન માંડવી (કચ્છ) ખાતે ફાળવીને ક્રાંતીતીર્થની રચના માટે રૂ. 4 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.