સ્થાનિક ચૂંટણી પરિણામ - જાણો મહાનગરપાલિકામાં ભાજપાની જીત અને ગ્રામીણ વિસ્તારોમાં હારના કારણો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દર વર્ષે તો કદાચ ખૂબ સામાન્ય લાગતી હતી. પણ આ વખતે પાટીદાર અનામત આંદોલનને કારણે ગુજરાતના જ નહી સમગ્ર ભારતના લોકોની નજર આ ચૂંટણીના પરિણામો પર હતી ચૂંટણીના 2 મહિના પહેલા જ થયેલ પાટીદાર આંદોલનની અસર સમાજમાં છવાયેલી હતી તેથી ભાજપને વધુ કંઈ કરવાની તક ન મળી....ભાજપને જીતાડનારા મોટાભાગે પટેલ સમાજ રહેતો હતો અને હવે એ જ પટેલ સમાજ જો ભાજપ વિરુદ્ધ ઉભો થઈ જાય તો ભાજપને કદાચ નિરાશા અગાઉથી જ લાગી હશે તો નવાઈ નહી... પણ શહેરમાં ભાજપનો સારો દેખાવ બતાવી રહ્યુ છે કે હજુ પણ ભાજપમાં લોકોને આશા છે.. જો ભાજપ સારા કામ કરીને લોકોનુ દિલ જીતશે તો ફરીથી 2017માં વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાઈ શકે છે.
મહાનગરપાલિકામાં ભાજપની જીતના કારણો
-ઓછુ મતદાનઃ પટેલો કોંગ્રેસને મત આપવાને બદલે મતદાનથી દૂર રહ્યાં તેને કારણે ભાજપના મતમાં ગાબડા ન પડ્યાં
-શહેરી વિસ્તારોમાં પરંપરાગત ગણાતા ભાજપના ગઢ સચવાયા
-શહેરોમાં પટેલ સિવાયના હિન્દુઓ સંપૂર્ણપણે ભાજપ તરફી રહ્યાં
-ભાજપે પટેલોની અસર ઓછી કરવા અપનાવેલી સોશ્યલ એન્જિનિયરિંગ ફોર્મુલા કામ કરી ગઈ
-કોંગ્રેસ નારાજ પાટીદારોને પોતાની તરફ ન વાળી શકી
-ઓબીસી મતદારો ભાજપના પટેલ અનામત સામેના મક્કમ વલણના કારણે ભાજપ તરફ ઢળ્યા
ગ્રામિણ વિસ્તારોમાં ભાજપની હારના કારણો
-ઉંચુ મતદાનઃ પટેલોએ જંગી પ્રમાણમાં મતદાન કર્યું અને ભાજપ સામે આક્રોશ ઠાલવ્યો
-ભાજપના પટેલ નેતાઓ સમાજ સાથે રહ્યાં તેના કારણે પટેલ મતદારોને રોકાનારું કોઈ ન રહ્યું
-પટેલોના કારણે અન્ય સવર્ણો પણ ભાજપથી દુર ગયા
-પટેલોની ખોટ પુરી કરવા ભાજપ ઓબીસીને પોતાના તરફ ન વાળી શક્યું
-કોંગ્રેસે વધારે પ્રમાણમાં પટેલ ઉમેદવારોને ઉતારી ભાજપની હાલત બગાડી દીધી
-સ્થાનિક સ્તરે જિલ્લા-તાલુકા પંચાયતોના હોદ્દેદારો સામેનો રોષ લોકોએ પ્રગટ કર્યો
