1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: મંગળવાર, 17 નવેમ્બર 2015 (13:13 IST)

ભાજપના ગઢ રાજકોટના તમામ વોર્ડમાં કરવામાં આવેલા સર્વે મુજબ કોણ જીતશે જાણો

વોર્ડ નંબર 1:
વોર્ડ 1માં ભારતીય જનતા પાર્ટીની જીત થશે શક્યતા લાગી રહી છે, કારણ કે ભાજપ ઉમેદવારોની સામે કોંગ્રેસ ઉમેદવારો એટલા સક્ષમ નથી. આથી ભાજપ તેની જીત માટે આ લાભ પૂરે પૂરો ઉઠાવશે.

વોર્ડ નંબર 2:
વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની જીત થશે. કારણ કે ચુંટણી પ્રચારથી માંડી સ્થાનિક મીટીંગો તેમજ સભાઓમાં સ્થાનિક લોકોની સંખ્યા કોંગ્રેસ કરતા ભાજપમાં વધુ જોવા મળી છે. તેમજ સ્થાનિક સર્વેમાં ભાજપ તરફી મતદાનનો લોકોનો આગ્રહ વધુ જોવા મળ્યો છે. ભાજપની સભામાં સ્થાનિક 800 જેટલા લોકો હોય છે જેની સામે કોંગ્રેસમાં માત્ર 200 જેટલા પણ લોકોની હાજરી જોવા મળતી નથી.

વોર્ડ નંબર 3 અને 4:
આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોમાં જીત બાબતે ભારે રસાકસી જોવા મળશે. મતદારો દ્વારા ક્રોસ વોટીંગ પણ થવાની શક્યતા જણાઈ રહી છે.

વોર્ડ નંબર 5:
વોર્ડ નંબર 5 કોંગ્રેસ ઉમેદવારોની ટીમ સામે ભાજપના સક્ષમ અને યુવા ઉમેદવારો છે તેમજ લોક સહયોગને કારણે તમામ ભાજપના ઉમેદવારોની જીત થશે તેવું તારણ બહાર આવ્યું છે.

વોર્ડ નંબર 6 અને 7:
મતદારોના મંતવ્ય મુજબ મતદારો ભાજપ તરફી હોવાનું જણાવ્યુ હતું તેમજ કોંગ્રેસ કરતા ભાજપના ઉમેદવારોનું સ્થાનિક વર્ચસ્વ ખુબ વધારે હોવાથી વોર્ડ 6 અને 7 માં ભારતીય જનતા પાર્ટીની જીતની પૂરેપુરી શક્યતા છે.

વોર્ડ નંબર 8:
આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોમાં જીત બાબતે ભારે રસાકસી જોવા મળશે. મતદારો દ્વારા ક્રોસ વોટીંગ પણ થવાની શક્યતા જણાઈ રહી છે. જોકે, અહી ભાજપના ઉમેદવારોની પેનલ ઘણી મજબુત છે.

વોર્ડ નંબર 9:
આ વોર્ડમાં પાટીદારો ભાજપ ઉમેદવાર કમલેશ મીરાણીથી સ્થાનિક મતદારો તેમજ પાટીદારો ખુબ જ અસંતુષ્ટ જણાઈ રહ્યા છે. જેથી ભાજપને હરાવવા મથી રહેલ કોંગ્રેસને સફળતા મળે તેની પૂરી શક્યતા છે તેમજ કમલેશ મીરાણીને હરાવવા જોર કરી રહેલ મતદારોને લીધે ભાજપના અન્ય ઉમેદવારોને અસર થશે. આથી ભાજપને 40% તેમજ કોંગ્રેસ તરફથી 60% મતદાનની શક્યતા છે.

વોર્ડ નંબર 10:
આ વોર્ડમાં પાટીદારો સહીત અન્ય ઉમેદવારો સામ સામા પક્ષે છે એક બીજાને સામસામી ટક્કર આપે તેવા ઉમેદવારો હોવાથી આ વોર્ડમાં ભારે રસાકસી જોવા મળશે.

વોર્ડ નંબર 11:
આ વોર્ડમાં પાટીદારોની સંખ્યા વધુ હોવાથી મોટા ભાગે મતદારો ભાજપને હરાવવા મથામણ કરી રહ્યા છે તેમજ ભાજપ ઉમેદવાર ભીખાભાઈ વસોયા સામે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હોવાને લીધે કોંગ્રેસને ફાયદો થશે તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવે છે.

વોર્ડ નંબર 12:
આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોમાં જીત બાબતે ભારે રસાકસી જોવા મળશે. મતદારો દ્વારા ક્રોસ વોટીંગ પણ થવાની શક્યતા જણાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ઉમેદવારો વચ્ચે ભારે ટક્કર થવાની શક્યતા છે.

વોર્ડ નંબર 13:
વોર્ડ 13માં ભારતીય જનતા પાર્ટીની જીત થશે શક્યતા લાગી રહી છે કારણ કે ભાજપના ઉમેદવારોની સામે કોંગ્રેસ ઉમેદવારો એટલા સક્ષમ નથી. આથી ભાજપ તેનો લાભ પૂરેપૂરો ઉઠાવશે.

વોર્ડ નંબર 14 અને 15:
આ વોર્ડ 14માં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોમાં જીત બાબતે ભારે રસાકસી જોવા મળશે. મતદારો દ્વારા ક્રોસ વોટીંગ પણ થવાની શક્યતા જણાઈ રહી છે. સ્થાનિકોના મંતવ્યો મુજ્બ કોંગ્રેસ તરફી મતદાનની પૂરેપૂરી શક્યતા જણાઈ રહીં છે તેમજ ઓછું મતદાન થશે તો ભાજપને ભારે પડે તેવું લાગી રહ્યું છે.

વોર્ડ નંબર 16 અને 17:
આ વોર્ડમાં મતદારો મુનીરાબેન ભૈયા તેમજ અશોકભાઈ ડાંગર તરફી વળે તેવી શક્યતા છે. જેથી ક્રોસ વોટીંગને કારણે આ વોર્ડમાં બંને પક્ષનું સરખું પ્રભુત્વ જોવા મળશે. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોમાં જીત બાબતે ભારે રસાકસી જોવા મળશે.

વોર્ડ નંબર 18:
તાજેતરમાં જ નવા સીમાંકનમાં વોર્ડ 18માં કોઠારિયા ગામ આવ્યું છે. સ્થાનીકોને તેના પ્રશ્નોનું નિરાકણ ન આવતા ભાજપ પ્રત્યેઘણો અસંતોષ જણાઈ રહ્યો છે. જેથી મતદારો કોંગ્રેસ તરફ વળશે એ શક્યતા નકારી શકાય નહીં તેમજ પાટીદારો જે પક્ષ રફ વળે તે પક્ષ જીત હાંસલ કરે તેવું જણાઈ રહ્યું છે.