સોમવાર, 5 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated : ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025 (16:12 IST)

ગોરી તમે મનડા લીધા મોહી રાજ - Gujarati Garba Lyrics

garba vadodara
એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અણધારી અજવાળી રમે અમથે અમથી રે
ચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રે
 
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
 
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
 
વાગી વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં
 
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા ...