1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
  4. Geeta aarti

ગીતા આરતી

ગીતા આરતી
ગીતાની આરતી ઉતારો આજ 
આતમના અનુરાગે આરતી ઉતારો 
રોમરોમ રંગીને આરતી ઉતારો 
સિદ્ધ થાય જેથી બધાયે કાજ ... ગીતાની આરતી 
 
ધર્મ-અર્થ-કામ-મોક્ષ મેળવવા માટે 
જીવનની ધન્યતાને શાંતિને કાજે 
અંતરબો પૂરીને એમા અવાજ ... ગીતાની આરતી 
 
અજવાળુ જીવનમાં પથરાયે એનુ 
અંધારુ દુર થાય જુગજુગનુ એવુ 
વાગે અવિનાશી ઝાંઝ પખાજ... ગીતાની આરતી 
 
ધર્મક્ષેત્ર કુરૂક્ષેત્ર જીવનનુ ન્યારુ 
પ્રભુનુ શરણ લઈને મહી પ્યારુ 
મેળવતા અવિનાશી આતમરાજ... ગીતાની આરતી 
 
આગળનો લેખ
ભગવદ્દ ગીતાનો સાર - હિંદુ ધર્મનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ