બ્યુટી ટિપ્સ - ગ્રીન પીલ ફેશિયલ


તમારી ત્વચાને અપટુડેટ રાખવા ઇચ્છતા હોવ તો કરાવી શકો છો. હર્બલ ટ્રીટમેન્ટવાળું આ ફેશિયલ સ્કિનને ગ્લો આપશે અને યંગ રાખશે.

શિયાળાની આ ઋતુમાં ત્વચાએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્વચામાં ખેંચાણ અનુભવવાની સાથે આ સમયે વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સની સમસ્યા પણ બહુ સર્જાય છે. આવામાં કેટલીક એવી ટ્રીટમેન્ટ્સ પણ છે જેની મદદથી તમે તમારી ત્વચાને યંગ અને ગ્લોઇંગ બનાવી શકો છો. આવી જ એક ટ્રીટમેન્ટ છે ગ્રીન પીલ ફેશિયલ જેમાં નેચરલ હર્બ્સ હોય છે અને તે સ્કિનને ઊંડાણપૂર્વક ક્લીન કરે છે.

કેવી રીતે અસર કરે છે ? : તેમાં રહેલા કલેન્ડુલા અને એલોવીરાની મદદથી સ્કિન તંદુરસ્ત થાય છે અને અને તેનું ટેક્સચર સ્મૂથ બને છે. તેમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે. આ તમામનો ડ્રાય ફોર્મમાં ફેશિયલમાં ઉપયોગ કરવામાં આવે છે.

આ ફેશિયલ કરાવવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સ્કિનનું બહારનું ડેડ લેયર કુદરતી રીતે નીકળી જાય છે. એટલું જ નહીં, આનાથી નવા સેલ્સ અને કોલેજન ફાઇબર્સ બનવાનો રેટ પણ ઝડપી બને છે. સ્કિન એક્સપર્ટ વધારે પડતા ફ્રુટ એસિડની મદદથી પીલિંગ કરવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે જો સ્કિન પ્રોબ્લેમ વધુ હોય તો સ્કિનને મલ્ટી વિટામિન આપીને પણ ટ્રીટ કરી શકાય છે. જેથી ઓઇલ ગ્લેન્ડ્સને કન્ટ્રોલ કરી શકાય સાથે સ્કિનનું હાઇડ્રેશન લેવલ પણ જળવાઇ રહે. આવામાં ફોલિક અને યેલોબાયોનિક એસિડવાળી પ્રોડક્ટ્સ જ વાપરવી યોગ્ય રહેશે.

કઇ રીતે અલગ છે ? :કોઇપણ રીતના કેમિકલ ન હોવાને કારણે ગ્રીન પીલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેની કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી થતી. કેમિકલ પીલિંગની સરખામણીએ આની લોકપ્રિયતાનું એક કારણ એ પણ છે કે આનાથી સ્કિન પર કોઇ પ્રકારના માર્ક નથી પડતા અને ઓછા સમયમાં વધુ અસર મળે છે. અલબત બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે ફુલ ટ્રીટમેન્ટ પહેલા તમારે આની ટ્રાયલ લેવી જોઇએ.

ગ્લો આવશે :
આ ટ્રીટમેન્ટ લીધાના છ દિવસની અંદર તમે સ્કિનમાં ગ્લો જોઇ શકશો. એજિંગની સમસ્યાથી પરેશાન મહિલાઓની સ્કિન માટે આ ફાયદાકારક છે. જોકે આ ફેશિયલ કરાવવા માટે તમને શરૂઆતમાં સામાન્ય સેન્સેશન ફીલ થઇ શકે છે, પણ બે દિવસની અંદર નેચરલ હર્બ્સની સ્કિન પર અસર દેખાવા લાગશે. જોકે બે-ત્રણ દિવસ સુધી તમારે એક્સપર્ટે જણાવેલું રૂટિન ફોલો કરવું પડશે. ચોથા દિવસે સ્કિન પર નેચરલ વિટામિન માસ્ક લાગશે ત્યારબાદ આ પ્રોસેસ પૂર્ણ થશે. તમે મહિનામાં એકવાર આ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. કારણ કે તે બહુ મોંઘી નથી હોતી.

ટ્રીટમેન્ટ બાદ : ટ્રીટમેન્ટ કરાયાના 3-4 દિવસ સુધી ભલે ચહેરા પરથી ડેડ સ્કિન નીકળતી રહે પણ તમારે આના કારણે તમારું કામ છોડીને ઘરે બેસી રહેવાની જરૂર નથી. જરૂરિયાત અનુસાર તમારા થેરાપિસ્ટ ફોલોઅપ ટ્રીટમેન્ટ આપશે. જો ત્યારે પણ ડેજ સ્કિન ન હટે તો માઇલ્ડ મસાજ આપ્યા બાદ ફરીથી પેક લગાવવામાં આવે છે. ત્યારપછી તમારું કોમ્પ્લેક્શન ક્લિયર અને ફ્રેશ દેખાશે. જોકે તમારે આ પ્રોસેસ બાદ આપવામાં આવેલી સલાહને અચૂક ફોલો કરવી પડશે.

થોડી કેર કરવી પડશે : ગ્રીન પીલમાં પણ તમારે તમારી સ્કિનને તડકાથી બચાવી રાખવી પડશે. સ્વિમિંગ કે સન બાથિંગ થોડા અઠવાડિયા સુધી ટાળો. આ સિવાય તમે ઇચ્છો તો બામ, ક્રીમ અને લોશનનો ઉપયોગ કરી સ્કિન હેલ્ધી રાખી શકો છો. આનાથી ફરીથી સ્કિન બ્રેકઆઉટ જેવી સમસ્યા નહીં સર્જાય.

ગ્રીન પીલ ટ્રીટમેન્ટ તમને કોઇપણ મેડીસ્પા અને કોસ્મેટિક ક્લીનિકમાં મળી રહેશે. બની શકે કે તમારી જરૂરિયાતને જોતા આ ટ્રીટમેન્ટને અન્ય પ્રોસેસ સાથે જોડીને મિક્સ કરી તમને સંપૂર્ણ 'ફેશિયલ મેકઓવર' આપવામાં આવે. વાસ્તવમાં આ ડીપ પીલ છે જે એજ્ડ કે ડેમેજ્ડ સ્કિન પર લાંબા સમય સુધી સારું રિઝલ્ટ આપે છે.

ફાયદા :
- સન બર્ન, બ્લેક હેડ્સ અને ડાઘાથી છુટકારો.
- એક્ની માર્કમાં ઘટાડો.
- સ્કિનનું લચીલાપણું વધશે.
- ખીલ દેખાતા ઓછા થશે.
- નાક અને મોઢા પાસેની કરચલીઓમાં ઘટાડો થશે.
- બર્થ માર્ક ઝાંખા થઇ શકશે.
- સ્કિન યંગ અને ટોન્ડ દેખાશે.


આ પણ વાંચો :