ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ઢાકા: , શુક્રવાર, 19 ડિસેમ્બર 2025 (00:17 IST)

શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ફાટી હિંસા, અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

Osman Hadi died
Osman Hadi died
ગયા વર્ષે બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલન શરૂ કરનાર વિપક્ષી નેતા ઉસ્માન હાદીનું ગુરુવારે અવસાન થયું. આ પછી બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા અને આગચંપી ફેલાઈ ગઈ. થોડા દિવસ પહેલા ઉસ્માન હાદીને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
 
સિંગાપોરમાં મૃત્યુ
ઇન્કિલાબ મંચના પ્રવક્તા અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના મુખ્ય વિરોધી શરીફ ઉસ્માન હાદી સિંગાપોર જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમનું અવસાન થયું. ઇન્કિલાબ મંચે ફેસબુક પોસ્ટમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી. 12 ડિસેમ્બરના રોજ ઢાકાના પુરાણા પલટન વિસ્તારમાં બેટરીથી ચાલતી રિક્ષામાં ચૂંટણી પ્રચાર કરતી વખતે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી. ગોળી તેમના માથામાં વાગી હતી, જેના કારણે હાદીની હાલત ગંભીર હતી. તેમને શરૂઆતમાં ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમને વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા નહીં.

 
કોણ હતો હાદી અને હસીના સાથે  કેવી રીતે થઈ દુશ્મની ?
34 વર્ષીય શરીફ ઉસ્માન હાદી 2024 જુલાઈના બળવાખોર (વિદ્યાર્થી ચળવળ) ના અગ્રણી વ્યક્તિઓમાંના એક હતા જેણે શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધી હતી. તે ઇન્કિલાબ મંચના પ્રવક્તા હતો, જે એક જમણેરી અવામી લીગના વિસર્જન અને હસીના પર કેસ ચલાવવાની માંગ કરનાર ઇસ્લામિક સંગઠન છે. હાદી 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઢાકા-8 મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહયો હતો. તેના ભાષણો, જેમાં તેણે "ઇન્સાફ" (ન્યાય) ની વાત કરી હતી, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કેટલાક અહેવાલોમાં તેને ભારત વિરોધી અને કટ્ટરપંથી ગણાવવામાં આવ્યો હતો કારણ કે, હુમલાના કલાકો પહેલા, તેણે "ગ્રેટર બાંગ્લાદેશ" નો નકશો શેર કર્યો હતો જેમાં ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોનો સમાવેશ થતો હતો.
 
યુનુસે  કરી હુમલાની નિંદા
વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસે હુમલાની સખત નિંદા કરી અને તપાસનો આદેશ આપ્યો. ઘણા વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય પક્ષોએ વિરોધ કર્યો અને હુમલાખોરોની ધરપકડની માંગ કરી. કેટલાક પક્ષોએ હુમલા માટે હસીના સમર્થકો અથવા અવામી લીગ સાથે સંકળાયેલા લોકોને દોષી ઠેરવ્યા, જ્યારે યુનુસ સરકારે હુમલાખોરોને ધરપકડ કરવામાં ભારતની મદદ માંગી. ચૂંટણી નજીક આવતાં હાદીનું મૃત્યુ બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધારી શકે છે. આ ઘટના બાંગ્લાદેશમાં વધતી રાજકીય હિંસાનો સંકેત છે, જ્યાં હસીનાના પતન પછી પણ અસ્થિરતા ચાલુ રહે છે. હાદીના મૃત્યુથી જુલાઈના બળવાના સમર્થકો ગુસ્સે ભરાયા છે, જેઓ તેને "લોકશાહી પર હુમલો" કહી રહ્યા છે.