બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2023 (16:15 IST)

Hair Care : ફટકડી કરશે તમારા વાળની ગ્રોથ, જાણી લો તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત

Hair Care
કાળા, લાંબા અને ઘટ્ટ વાળ સૌ કોઈને ગમતા હોય છે. પણ આ સપનુ દરેકનુ પુરુ થતુ નથી. ગરમીની ઋતુમાં વાળ વધુ ઝડપથી ખરે છે અને આ ઋતુમાં વાળનુ વિશેષ ધ્યાન રાખવુ પડે છે.  વાળની ગ્રોથ (hair growth)માટે લોકો બજારમાંથી મોંઘા મોંઘા પ્રોડક્ટ લઈને આવે છે પણ તેમા કોઈ ખાસ રિઝલ્ટ જોવા મળતુ નથી.  આવી સ્થિતિમાં અમે તમારા માટે એક એવી વસ્તુ લાવ્યા છીએ જે સસ્તી પણ છે અને તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ સારા થશે અને તેમનો ગ્રોથ પણ થશે. અમે વાત કરી રહ્યા છીએ ફટકડી વિશે, જે લગભગ દરેક ઘરમાં ઉપલબ્ધ છે. ફટકડીના અગણિત ફાયદા છે, અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે વાળ માટે ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો.
વાળના ગ્રોથ માટે ફિટકરી (alum for hair growth)
 
પોટેશિયમ અને સોડિયમથી ભરપૂર ફટકડી વાળના ગ્રોથમાં મદદરૂપ સાબિત થાય છે. વાળના ગ્રોથમાં સુધારો કરવા માટે, નાળિયેર તેલમાં ફટકડીનો પાવડર મિક્સ કરીને લગાવો. આ મિશ્રણથી તમારા વાળનો ગ્રોથ સારો તો થશે જ સાથે જ  તમારા વાળ કાળા પણ થશે. ફટકડી અને નાળિયેર તેલ માથાની ચામડીના છિદ્રોને ખોલવામાં મદદ કરે છે. જેના કારણે વાળ સ્વસ્થ બને છે. આ સિવાય તમે પાણીમાં ફટકડી મિક્સ કરીને પણ તમારા વાળ ધોઈ શકો છો.
 
ડૅન્ડ્રફમાં ફટકડીનો ઉપયોગ
એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર ફટકડી તમારા માથાની ત્વચાને સાફ કરવામાં ફાયદાકારક સાબિત થશે. આ માટે ફટકડીને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. જો તમારી પાસે ફટકડીનો પાઉડર હોય તો એક કપ પાણીમાં 3 ચમચી પાવડર મિક્સ કરો અને પછી આ પાણીને માથાની ચામડી પર લગાવો અને તેને સારી રીતે ઘસીને સાફ કરો. અંતે, આખા માથાને સાદા સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. આ રીતે ફટકડીનો ઉપયોગ કરો