મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 29 એપ્રિલ 2021 (09:41 IST)

Gujarati Beauty Tips- પિંપલ્સ માટે ઘરેલૂ ઉપાય

- જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
- છાશથી મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.
-જો તમને વારંવાર ખીલ થતા હોય અને તેને લીધે ચહેરા પર ડાઘ પડી જતાં હોય તો તુલસીમાં લીંબુનો રસ નાંખીને તે થોડુક ગાઢુ થાય ત્યાર સુધી તેને તડકામાં મુકી રાખો અને  પછી તેને ચહેરા પર લગાવો. નિયમિત રૂપે પ્રયોગ કરવાથી અઠવાડિયામાં જ આનું પરિણામ જોવા મળશે.
- તમે કાચા મધને બળેલા નિશાન પર લગાવી શકો છો કારણ કે મધમાં એંટીસેપ્ટિક અને હીલિંગ ગુણ હોય છે. નિયમિત રૂપથી બળેલા નિશાન પર મધ લગાવવાથી ડાઘ જલ્દી દૂર થાય છે. મધને મલાઈ, ચંદન 
અને ચણાના લોટ સાથે મિક્સ કરી ફેસપેકના રોપમાં ઉપયોગ કરી શકો છો. આ માસ્ક ચેહરાની અશુદ્ધિને દૂર કરે છે અને ત્વચાને નરમ અને ચિકણો પણ બનાવે છે. તમારા ચેહરા પર જોઈ કોઈ જૂનો ડાઘ કે 
ધબ્બા છે, તો તમે આ ઉપાય ફોલો કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો.