શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Work From Homeના આ સમયમાં આ 5 વાતોનુ રાખશો ધ્યાન તો હેલ્દી રહેશો

કોરોના વાયરસનો  પ્રકોપ હજુ પણ ચાલી રહ્યો છે. પાછલા વર્ષ  2020થી જ  વર્ક કલ્ચરમાં થયેલો ફેરફાર કાયમ  છે. આજના આ કપરા સમયમાં દુનિયાની મોટામાં મોટી કંપનીઓ વર્ક ફ્રામ હોમનું  કલ્ચર ફોલો કરી રહી છે. પણ આ સમયે હેલ્થ પર પણ  પ્રભાવ પડી રહ્યો છે. ઑફિસ આવતા-જતા આપણે  ઘણી બધી એક્ટેવિટીઝ  કરી લેતા હતા. હવે ઘરેજ રહીને કામ કરવાનુ  છે અને જરૂર પડતા  બહાર નીકળવાનુ  છે.
તો આવો જાણીએ કેવી રીતે આપણી હેલ્થની કાળજી રાખવી જોઈએ. . 
 
1. ઑફિસમાં આપણે લિમિટમાં ખાતા હતા અને આપણા ખાન-પાનનું ધ્યાન  રાખતા હતા. પણ ઘરે રહીને કામ કરતી વખતે  કઈક ન કઈક ખાતા રહીએ છીએ, . ઘણી વાર ચા, કોફી પીવાનુ  મન કરે છે. પણ આવું  ન કરવું. ચોક્કસ સમયે જ ખાવું. 
 
2.વર્ક ફ્રોમ હોમમાં પણ આપણા ઑફિસ મુજબ જ કામ કરવું. ચોક્કસ સમય પર આપણા બધા કામ પુરા  કરીને બેસી જાવ અને સમયસર લંચ કરો. આ ધ્યાન રાખીને લંચ કરવો  કે તમે ઑફિસમાં જ છો. તેનાથી તમે ઓવર ઈટિંગ નહી કરો. કારણ કે ઑફિસમાં માત્ર લિમિટેડ લંચ જ લઈને આપણે જતા હતા. 
 
3. જો તમે ઘરેથી જ કામ કરી રહ્યા છો તો આ કાળજી રાખવી કે તમારો ઑફિસ ટાઈમ ચાલી રહ્યો છે. તેથી જંક ફૂડ અવાઈડ કરવું અને હેલ્દી ફૂડ ખાવ. જો તમારી લોંગ સીટીંગ પણ રહે છે તો તમે હેલ્દી રહેશો. 
 
4. હમેશા વર્કના સમયે  અમે પાણી થોડી-થોડી વારમાં પીતા રહેવું. તરસ ન લાગે તો પણ  પાણી પીતા રહેવું. 
 
5. વર્ક ફ્રોમ હોમના સમયે તમારી આસ-પાસ કોઈ નહી હોય. ઑફિસમાં કલિગ્સ હોય છે જેની પાસે જઈને આપણે  વાત કરી લઈ છીએ. તેથી વર્કના સમયે પણ 5 કે 10 મિનિટનો બ્રેક જરૂર લો. તેનાથી આંખોને પણ રેસ્ટ મળશે અને તમારુ  માઈંડ પણ રિફ્રેશ રહેશે.