રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (04:32 IST)

Rice waterના છે લાજવાબ ફાયદા, તમારો ચહેરો 10 વર્ષ યુવા દેખાશે

ચોખામાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન બી અને ફાઈબર ભરપૂર હોય છે એ તો આપણે જાણીએ જ છીએ.  પણ શુ આપ એ જાણો છો કે ચોખાનુ પાણી ફક્ત તમારુ આરોગ્ય જ નહી પણ તમારા ચેહરાને નિખારવામાં પણ મદદ કરે છે. બાફેલા ચોખાનુ પાણી એટલે કે માંડમાં પ્રોટીન વિટામિન અને એંટી ઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરીને સ્કિનને જવા બનાવી રાખે છે. તેનાથી તમારી ત્વચા  વય કરતા લગભગ 10 વર્ષ વધુ જવાન જોવા મળે છે.  જો તમે પણ વધતી વયની નિશાની જેવી કે કરચલીઓ, દાગ ધબ્બાથી મુક્તિ મેળવવા માંગો છો તો તમારી ડેલી સ્કિન કેયર રૂટીનમાં ચોખાના પાણીનો ઉપયોગ કરો. 
 
ચાલો આજે અમે તમને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની રીતે અને તેના બ્યુટી સાથે જોડાયેલા ફાયદા બતાવી રહ્યા છીએ. 
 
 
ચોખાનુ પાણીનો ઉપયોગ કરવાની યોગ્ય રીત 
 
સામગ્રી - કાચા ચોખા - 1/2 કપ 
પાણી - 2 કપ 
 
કરચલીઓ માટે આ રીતે વાપરો રાઈસ વોટર 
 
સૌ પહેલા ચોખાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પછી તેમા 2 કપ પાણી નાખીને 15 મિનિટ સુધી રાખી મુકો. પછી તેને ગાળી લો.  આ પાણીથી ચેહરો સાફ કરી લો. તમે ચાહો તો ચોખાના માંડને સાધારણ ગરમ કરીને પણ ચેહરો ધોઇ શકો છો. તેનાથી સ્કિનના દાગ-ધબ્બા અને કરચલીઓ ઠીક થવી શરૂ થઈ જશે. 
 
 
ગ્લોઈંગ સ્કિન માટે ટિપ્સ 
 
સામગ્રી - મધ 1 ટેબલસ્પૂન 
ચોખા - 3 ટેબલ સ્પૂન 
દૂધ - 1 ટેબલસ્પૂન 
 
કેવી રીતે કરશો ઉપયોગ - સૌ પહેલા ચોખાને પાણીમાં ઉકાળીને તેને ગાળી લો. ત્યારબાદ ચોખાના પાણીને જારમાં બંધ કરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મુકી દો. બાફેલા ચોખાને મૈશ કરીને ત્મા મધ અને દૂહ્દ મિક્સ કરો. હવે સર્કુલેશાન મોશનમાં 10-15 મિનિટ મસાજ કરો.   મસાજ કર્યા પછી કુણા પાણીથી ચેહરો ધોઈ લો અને સોફ્ટ ટોવેલથી સાફ કરી લો. ત્યારબાદ 2-3 સ્પૂન ચોખાના પાણીમાં 4 ટી સ્પૂન પાણી નાખીને ચેહરા પર લગાવો અને થોડી વાર માટે છોડી દો.  પછી તાજા પાણીથી ચેહરો સાફ કરો.  ચેહરો ગ્લોઈગ અને બેદાગ દેખાશે. 
 
અન્ય બ્યુટી ફાયદા 
 
ચોખાના પાણીથી તમારી સ્કિન યંગ દેખાવવા ઉપરાંત તેનાથી ત્વચા મુલાયમ, સનબર્ન, એંટી-એજીંગ, એક્ને પ્રોબ્લેમ પણ દૂર થાય છે. જો વાળ બેજાન અને શુષ્ક છે તો પણ ચોખાનુ પાણી લાભકારી સાબિત થાય છે.