બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

વિક્સ ! શરદી-તાવ જ નહી તમારા સૌદર્ય માટે પણ ઉપયોગી

જ્યારે શિયાળાની ઋતુમાં તમને શરદી કે માથાનો દુખાવો થાય છે તો તમારા મગજમાં સૌ પહેલા વિક્સ જ આવે છે. પણ શુ તમે જાણો છો કે નાની નાની પરેશાનીઓથી રાહત અપવાવા સાથે જ વિક્સના અનેક બ્યુટી ફાયદા છે. જેના વિશે કદાચ તમે પણ નહી જાણતા હોય.  આવો જોઈએ વિક્સથી તમારા પિંપલ્સથી લઈને સ્ટ્રેચ માર્ક્સ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 
 
1. ડ્રાઈ સ્કિન - વિક્સમાં રહેલ પોટેશિયમ જેલી સ્કિનને મૉઈશ્યરાઈઝ કરી ડ્રાય સ્કિનની સમસ્યાને ખતમ કરવામાં અસરદાર હોય છે. બસ થોડીક વિક્સ લો અને તેને સારી રીતે તમારી સ્કિન પર લગાવો. 
 
2. બ્લેકહેડ્સ - વિક્સ બ્લેકહેડ્સની પરેશાની પણ ખતમ કરે છે. આ માટે બસ તમે બ્લેકહેડ્સવાળા સ્થાન પર હળવા હાથે વિક્સ લગાવો અને અડધા કલાક પછી વાઈપ્સથી લૂંછી લો. 


3. ખોડો - તમે જરૂર મુજ્બ વિક્સ લો અને તેને સારી રીતે સ્કૈલ્પ પર લગાવો.  અડધો કલાક પછી તેને સારી રીતે ધોઈ લો.  આવુ રોજ કરવાથી ખોડાની સમસ્યા ખતમ થઈ જશે. 
 
4. ફાટેલી એડીઓ - ફાટેલી એડિયોની સમસ્યા સામાન્ય છે. ફાટેલી એડિયોથી બચવા માટે સૂતા પહેલા વિક્સની એક મોટી લેયર તમારી એડીયો પર લગાવીને 5 મિનિટ સુધી મસાજ કરો.  ત્યારબાદ મોજા પહેરી લો. સવારે ઉઠીને પાણીથી પગને ધોઈ લો અને પછી તેના પર કોઈ સારુ લોશન લગાવી લો. 

5. મેહંદી કરો ડાર્ક -  થોડી વિક્સ લો અને હાથની મેહંદી કાઢ્યા પછી તેને તમારી હથેળીઓ પર સારી રીતે લગાવો. પછી જુઓ તમારી મેહંદીનો રંગ ડાર્ક થઈ જાય છે. 
 
6. લિપ બામ - હળવી વિક્સ લો અને તેને તમારા લિપ બામની જેમ હોઠ પર લગાવો પણ ધ્યાન રાખો કે આ તમારા મોઢામાં ન જાય. 

7. સ્ટ્રેચ માર્ક્સ - જો તમે સ્ટ્રેચ માર્ક્સની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો તો રો સ્ટ્રેચ માર્ક્સવાળા સ્થાન પર વિક્સ લગાવો. બે અઠવાડિયામાં જ તમને ફરક નજર આવશે. 
 
8. પિંપલ્સ - જો તમારી સ્કિન પર પિંપલ્સ છે તો રોજ પિંપલ્સવાળા સ્થાન પર વિક્સ લગાવો. આવુ કરવાથી ધીરે ધીરે સ્કિનમાં રહેલ એક્ને સૂકાઈને મટી જશે.