બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (13:03 IST)

Nail paint Remover- ખત્મ થઈ ગયો છે થિનર, દાંત વડે ઉઝરડા ન કરો, આ રીતે ચપટીમાં નેઇલ પોલીશ સાફ કરો

Home remedies- આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના નેલ પેંટ રિમૂવર આવી ગયા છે. મહિલાઓ હમેશા તેણે તેમની સાથે કેરી કરે છે. તેમની ડ્રેસમા કલરના હિસાબે મેચિગની પેંટ લગાવ્યા પછી તેને રિમૂબ કરવા માટે નેલ પેંટ રિમૂવરનો ઉપયોગ કરાય છે. પણ જો તમારી પાસે નેલ પેંટ રિમૂવર ન હોય અને નેલ પેંટ હટાવવી હોય તો તમે શું કરશો? ઘણી મહિલાઓ દાંતથી નેલ પેટ હટાવે છે. પણ આવુ કરવિ યોગ્ય નથી. આજે અમે તમને કેટલાક ઘરેલૂ ટિપ્સ જણાવીશ જેની મદદથી સરળતાથી નેલ પેંટને હટાવી શકાય છે. 
 
પરફ્યુમનો કરવુ ઉપયોગ 
જે ડિઓડ્રેંટ અને પરફ્યુમથી તમે બૉડીને ફ્રેશ રાખો છો તેનાથી તમે સરળતાથી નેલ પૉલિશનો રંગ છુટાડી શકો છો. આ બન્ને વસ્તુ નેલ પેંટ રિમૂવરની રીતે જ કામ કરે છે. તેના માટે તમે પરફ્યૂમને નેલ્સ પર છાંટવ્ તે પછી એક કૉટનના કપડાથી નેલને સાફ કરવુ. થોડીવારમાં નેલ પૉલિશ છૂટી જશે. 
 
લીંબૂ 
કોઈ પણ ઘરના રસોડામાં લીંબૂ સરળતાથી મળી જશે. પણ શું તમને ખબર છે કે લીંબૂના રસથી તમે નેલ પેંટને સાફ કરી શકો છો. તેના માટે લીંબૂના રસમાં વિનેગરને મિક્સ કરી લો. તેને નેલ્સ પર રગડવુ અને કૉટન બડથી રબ કરવું. તમે જોશો કે નેલ પેંટ સાફ થઈ ગયો છે. 
 
અલ્કોહલ 
નેલ પૉલિશના રંગને સાફ કરવા માટે તમે અલ્કોહલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે કેટલાક ટીંપા એક કૉટન બડની મદદથી નેલ્સ પર લગાવીને રગડવુ. થોડી વારમાં નેલ્સથી પેંટ દૂર થઈ જશે.