શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (20:43 IST)

Beauty Tips - હોમમેડ ફેસપેક બનાવતી વખતે ક્યારેય ન કરો આ વસ્તુઓનો ઉપયોગ, સ્કિનને પહોંચી શકે છે નુકશાન

ઘણી મહિલાઓ ત્વચાને ઠંડક આપવા અથવા ખીલ મટાડવા માટે  ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. આ ન કરવું જોઈએ. કેટલીકવાર ટૂથપેસ્ટથી ત્વચા પર બળતરા અથવા ઈરિટેશન થઈ શકે છે.
 
લીંબુમાં બ્લીચિંગ એજન્ટ હોય છે, પરંતુ બ્યુટી એક્સપર્ટના મુજબ લીંબુનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ત્વચા પર ન કરવો જોઈએ.. લીંબુનું પીએચ લેવલ વધારે હોય છે. તેનાથી ત્વચા પર બળતરા, લાલાશ થઈ શકે છે. લીંબુનો ઉપયોગ કર્યા પછી, જો તમે યુવી કિરણોના સંપર્કમાં આવો છો, તો ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
 
ઘણી વખત સ્ત્રીઓ ચહેરા પરના ડાઘને હળવા કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે. પરંતુ બેકિંગ સોડાનો ઉપયોગ પણ ચહેરા પર ન કરવો જોઈએ. બેકિંગ સોડા ત્વચા પર કેમિકલ બર્ન, બ્રેકઆઉટ અને એલર્જીનું કારણ બની શકે છે.
 
વિનેગરનો ઉપયોગ ત્વચા પર ટોનર તરીકે થાય છે. પરંતુ તેનુ પીએચ લેવલ પણ હાય હોય છે, આ સ્થિતિમાં તે ત્વચા પર એલર્જી, ફોલ્લીઓ અને બળતરા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
 
કેટલીક મહિલાઓ ફેસ પેક તરીકે તજ વગેરે મસાલાનો પણ ઉપયોગ કરે છે, પરંતુ ત્વચા પર મસાલા લગાવવાથી બળતરા, એલર્જી કે કાળાશ આવી શકે છે.