શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (00:18 IST)

Beauty Tips: વરસાદમાં ખીલ ફોલ્લીઓ અને ઓઈલી સ્કીનને આ રીતે કરો દૂર

વરસાદમાં માટીની ભીની ભીની સુગંધ દરેકનુ મન મોહી લે છે.  ચારે બાજુ લીલાછમ ઝાડ મનમાં ઉર્જા અને ઉમંગનો સંચાર કરે છે. ગરમીથી રાહત વચ્ચે ચટપટા પકવાન ખાવાની દરેકની ઈચ્છા થાય છે. જો કે માનસૂનના આગમન સાથે જ તૈલીય ચિકાશવાળી ત્વચા ખીલ ફોલ્લીઓનુ સંક્રમણ પણ વધી જાય છે. 
 
ત્વચા રોગ વિશેષજ્ઞ મુજબ વર્ષાઋતુમાં રોજ ઓછામાં ઓછા બે-ત્રણ વાર ચેહરાને સાફ કરવો અને પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર મોશ્ચરાઈઝર દ્વારા ત્વચાને નિયમિત માત્રામાં જરૂરી નમી પ્રદાન કરવાની સલાહ છે. 
 
 
1. પ્રાકૃતિક મોશ્ચરાઈઝર - એલોવીરા જેલમાં બે ત્રણ ટીપા ગુલાબજળના મિક્સ કરીને દિવસમાં બે થી 3 વાર લગાવો. ઓર્ગેનિક નારિયળનુ તેલ અને ઓલિવ ઓઈલથી માલિશ સારો વિકલ્પ છે. બેસન હળદર અને ગુલાબજળ તેમજ લીંબુના રસથી તૈયાર ફૈસપેક લગાવવુ લાભકારી ચેહ્ ગરમ પાણીથી ન્હાતા બચો. દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી જરૂર પીવો 
 
 
2. ટોનિંગ જરૂરી - ત્વચામાં જામેલ ગંદકી અને વધારા પડતો ભેજ તેમજ મૃત કોશિકાઓને હટાવવા સાથે જ રોમ છિદ્રો ને બંધ કરે છે ટોનિંગ.  ખીલ ફોલ્લીઓ દાગ ધબ્બા અને સંક્રમણની ફરિયાદ દોરો કરે છે. 
 
 
3. ઘરે જ બનાવો ટોનર - કાકડીના રસના આઠ દસ ટીપા ગુલાબજળમાં મિક્સ કરો દિવસમાં બે વાર રૂ મા લગાવીને ચેહરો સાફ કરો. ગ્રીન ટી, ગુલાબજળ સંતરાનુ જ્યુસ અને ખીરાનો રસ સમાન પ્રમાણમાં અલીને આઈસ ટ્રેમાં જમાવો. રોજ સવાર સાંજ તેના ટુકડા ચેહરા પર રગડો. સમય સમય પર ઠંડા પાણીથી ચેહરો ધોતા રહેવાથી રોમછિદ્ર બંધ થાય છે.  તેલનો સ્ત્રાવ પણ ઘટે છે. ઠંડુ દૂધ પણ એક સારા ટોનરનુ કામ કરે છે. આ રોમ છિદ્રો પર જામેલી ગંદકી સાફ કરે છે.