શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (00:37 IST)

ચહેરાના અણગમતા વાળથી પરેશાન છો ? તો અપનાવો ઈંડા-ખાંડનો આ ઉપાય

યુવતીઓ પોતાની સુંદરતા બનાવી રાખવા માટે શુ નથી કરતી. ક્યારેક વેક્સિંગ તો ક્યારેક આઈબ્રો. પર્સ ખાલી થવા સાથે જ ઘણી વખત તેનાથી થતો દુખાવો પણ યુવતીઓને સહન કરવો પડે છે. સ્ત્રીઓની પરેશાની આટલે થી જ ખતમ નથી થતી.  આટલુ બધુ કર્યા પછી પણ ચેહરાના અણગમતા વાળ તેમની સુંદરતાની દુશ્મન બની જાય છે. 
 
ચેહરાની ત્વચા ખૂબ સેસેટિવ હોય છે. આવામાં વેક્સિંગ કે બ્લીચ દ્વારા આ અણગમતા વાળથી છુટકારો મેળવવો તમારી સ્કિન માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે.  જો તમે પણ આ રીતે કોઈ સમસ્યાથી પરેશાન છો તો ઈંડા અને ખાંડનો ઘરેલુ ઉપાય તમારે કામ આવી શકે ચ હે. આવો જાણીએ કેવી રીતે 
 
ખૂબ જ ઓછા લોકો આ વાતને જાણે છે કે ઈંડાનો સફેદ ભાગ ત્વચાની રંગત સ્વચ્છ કરવાનુ કામ કરે છે. આ ઉપરાંત તેનો નિયમિત ઉપયોગ કરીને ત્વચામાં ટાઈટૅનેસ આવે છે. જ્યારે કે ખાંડનો ઉપયોગ કરવાથી ત્વચાની ડેડ સ્કીન સાફ થઈ જાય છે.  જ્યારે તમે આ વસ્તુઓનો ઉપયોગ ફેસપેકના રૂપમાં કરો છો તો તમારા ચેહરા પરના બધા અણગમતા વાળ સહેલાઈથી નીકળી જાય છે. આવો જાણીએ કેવી રીતે બને છે આ ફેસપૈક 
 
ઈંડા અને ખાંડનુ ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા એક ઈંડાનો સફેદ ભાગમાં બે ચમચી ખાંડ મિક્સ કરીને તેનુ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચેહરા પર લગાવીને સુકાવવા દો. ફેસપૈક સુકાયા પછી ચેહરાને હળવા હાથથી મસાજ કરતા ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો. 
 
જે લોક ચેહરા પરના અણગમતા વાળ હટાવવા માટે ઈંડાનો ઉપયોગ નથી કરવા માંગતા તેઓ ઈંડાને બદલે લીંબુના રસનો ઉપયોગ કરી શકે છે.  આ માટે 2 ચમચી લીંબુના રસમાં 2 ચમચી ખાંડ અને 10 ચમચી પાણી મિક્સ કરીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. આ પૈકને ચેહરા પર 15-20 મિનિટ લગાવ્યા પછી મસાજ કરતા સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર જરૂર અપનાવો. આવુ કરવાથી તમને અણગમતા વાળથી છુટકારો મળી જશે.