બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 2 માર્ચ 2017 (14:32 IST)

ગોરા થવુ છે તો આજથી જ અજમાવો આ ઉપાય અને ફરક જુઓ

સુંદર દેખાવવા માટે યુવતીઓ મેકઅપની મદદ લે છે. ધૂળ-માટી અને પ્રદૂષણને કારણે ચેહરાની સુંદરતા ઓછી થવા માંડે છે.  આવામાં સ્કિનની દેખરેખ કરવી ખૂબ જરૂરી છે. જો તમે ચેહરા માટે કિચનમાં રહેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરો તો નિખરાયેલી અને બેદાગ ત્વચા મેળવી શકો છો. આજે અમે તમને કિચનમાં રહેલ કેટલીક એવી વસ્તુઓ બતાવી રહ્યા છે જેનાથી તમે ગોરી ત્વચા મેળવી શકો છો. 
 

       



1 બેસન - જૂના જમાનામાં સ્ત્રીઓ બેસનથી પોતાના ચેહરાની સુંદરતા કાયમ રાખતી હતી.  બેસનને ગુલાબ જળમાં મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવો. સૂકાયા પછી રગડીને તેને ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર તેનો ઉપયોગ કરો. 
 








 



2.  બટાકા - બટાકા રંગ નિખારવામાં ખૂબ મદદરૂપ છે. બટાકાને વાટીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. તેને ચેહરા પર લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો. એક દિવસ છોડીને આ પેકનો ઉપયોગ કરો. 
 







3. હળદર - રંગત નિખારવામાં હળદર ખૂબ લાભકારી છે. હળદરને લીંબૂના રસમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. તમે ચાહો તો તેમા ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. સૂક્યા પછી પાણીથી ધોઈ લો. 
 


 





4. કાચુ દૂધ - કાચુ દૂધ ચેહરા પર રહેલ ગંદકીને દૂર કરે છે. કાચા દૂધને ચેહરા પર લગાવો. તમે ચાહો તો 2 ચમચી કાચા દૂધમાં 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને ચેહરા પર લગાવી શકો છો. તેનાથી ચેહરાની રંગત નિખરશે. 
 






5. દહી - ગોરી સ્કિન મેળવવા માટે અઠવાડિયામાં બે વાર દહીને ચેહરા પર લગાવો. 2 ચમચી દહી અને 1 ચમચી મધને મિક્સ કરીને ચેહરા પર લગાવો. પછી પાણીથી ધોઈ લો.