શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 8 ડિસેમ્બર 2018 (17:00 IST)

શુ તમે રાત્રે બ્રા ઉતારીને સૂઈ જાવ છો ?

મહિલાઓને આ વાત અનેકવાર સાંભળવામાં આવે છે કે તેઓ સૂતી વખતે મોટાભાગે પોતાની બ્રા ને ઉતારી દે છે જેથી તેમનુ શરીરને થોડુ રિલેક્સ મળી શકે. અનેકવાર મહિલાઓ એવુ પણ વિચારે છે કે તેમને રાત્રે બ્રા પહેરવી જોઈએ કે નહી.  અનેક મહિલાઓ રાત્રે સૂતી વખતે બ્રા ઉતારી દે છે. જ્યારે કે અનેક મહિલાઓ બ્રા પહેરીને સૂવામાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે. આવામાં સવાલ એ છે કે શુ મહિલાઓએ બ્રા પહેરીને સૂવુ જોઈએ કે નહી. તો આવો તમને પણ બતાવી દઈએ કે આ યોગ્ય છે કે નહી 
 
રાત્રે બ્રા પહેરરીને સૂવુ કે ઉતારીને.. તેનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રે બ્રા પહેરીને સૂવાથી કોઈ નુકશાન નથી. આ તમારા પર નિર્ભર કરે છે કે તમે કેટલુ કમ્ફર્ટેબલ અનુભવ કરો છો કે નહી. પણ ધ્યાન રાખો કે રાત્રે સૂતી વખતે ટાઈટ બ્રા ન પહેરો. આવામાં જો તમે બ્રા નહી પણ પહેરો તો કોઈ નુકશાન નહી થાય્ 
 
પણ જો તમે ટાઈટ બ્રા પહેરીને સૂવો છો તો બ્રેસ્ટ કેંસરનુ કારણ બની શકે છે..  વિજ્ઞાન મુજબ શરીરના કોઈપણ ભાગમાં લ્યૂમ્પસ બને છે.  આ કેંસર હોતુ નથી.  અત્યાર સુધી સાયંટિફિકલી આ સાબિત થયુ નથી કે બ્રા પહેરીને સૂવુ લિમ્પ નોડ્સના કાર્યમાં અવરોધ પેદા કરે છે.  તેથી ધ્યાન રાખો કે રાત્રે સૂતી વખતે ઢીલી કે સ્પોટર્સ બ્રા પહેરીને સૂવો. 
 
જો તમારી બ્રેસ્ટ મોટી સાઈઝની છે તો રાત્રે બ્રા પહેરીને સૂવુ તમારે મટે યોગ્ય છે. તેનાથી બ્રેસ્ટ ઢીલા નહી પડે. પણ બ્રા લાઈટ વેટ, સોફ્ટ કપ હોવા જોઈએ. સૂતી વખતે ઈલાસ્ટિક ટાઈટ બ્રા ન પહેરો.