ત્વચાની સંભાળ
|
* કાચા પપૈયાને પીસીને ચહેરા અને ગરદન પર લગાવી દો અને સુકાયા બાદ ધોઈ લો તેનાથી રોમછીદ્રોની સફાઈ થાય છે.
* જવના લોટમાં દૂધ ભેળવીને તેને ચહેરા પર લગાવો તેનાથી ચહેરાની સફાઈ સારી થાય છે. શુષ્કથી શુષ્ક ત્વચા માટે આ મિશ્રણ ખુબ જ ઉત્તમ છે.
* બ્લેક હૈડસને સાફ કરવા માટે બાથ સોફનું જાગ બનાવો અને તેમાં થોડુક મીઠું નાંખીને તેને બ્લેક હેડસ હોય ત્યાં ઘસો અને ત્યાર બાદ ઠંડા પાણી વડે મોઢુ ધોઈ લો. આનાથી બ્લેકહેડસ સરળતાથી નીકળી જશે.
* ઓઈલી સ્કીનની સફાઈ માટે બે નાની ચમચી મિલ્ક પાવડરમાં કાકડીનો રસ ભેળવીને ચહેરા પર લેપ કરો. દસ મિનિટ પછી ચહેરાને ધોઈ લો. આ ફેસમાસ્ક ઓઈલી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે.
* ગાજરને ઉકાળીને તેને મેશ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. આનાથી ત્વચાનો શ્યામ રંગ બદલાઈ જશે.