એપ્પલના પ્રમુખ કામ પર પરત ફર્યા

સેનફ્રાંસિસ્કો| ભાષા|

સેનફ્રાંસિસ્કો. એપ્પલ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીવ જૉબ્સ છ માસની તબીબી રજાઓ બાદ કામ પર પરત ફર્યા છે. આ રજાઓ દરમિયાન તેમણે પોતાના લીવરનું પ્રત્યારોપણ કરાવ્યું.

સમાચાર એજેંસી ડીપીએ અનુસાર એપ્પલના પ્રવક્તાએ એક યાદી જાહેર કરીને જણાવ્યું કે જૉબ્સ હાલ કામ પર પરત ફર્યા છે. તે ઘરેથી જ પોતાનું કામકાજ જોઈ રહ્યાં છે. અમને ખુબ જ ખુશી છે કે તેઓ કામ પર પરત ફર્યા છે.

ઉલ્લેખનીય છે કે એપ્પલ પ્રમુખને જાન્યુઆરી માસમાં છ માસની તબીબી રજા લીધી હતી. તેમની અનુપસ્થિતિમાં ચીફ ઓપરેટિંગ અધિકારી ટિમ કુક કંપનીનું કામકાજ જોઈ રહ્યાં હતાં.


આ પણ વાંચો :