એરટેલનું નેટવર્ક સૌથી વ્યસ્ત

નવી દિલ્હી| ભાષા|

ઓક્ટોબર-ડિસેમ્બર 2008 દરમિયાન ભારતી એરટેલનું જીએસએમ નેટવર્ક સૌથી વધુ વ્યસ્ત રહ્યું હતું. ટ્રાઈ દ્વારા આ અંગેનાં જાહેર કરેલા રીપોર્ટમાં જાણવા મળ્યું છે.

આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બીજા નંબરે વોડાફોનનું નેટવર્ક સૌથી વ્યસ્ત હતું. ઓક્ટોબરથી ડિસેમ્બર 2008 દરમિયાન એરટેલનું કંઝેશન 14 પીઓઆઈ-પોઈન્ટ્સ ઓફ ઈન્ટરકનેક્શન રહ્યું હતું. વોડાફોન નેટવર્ક પર તે 12 પીઓઆઈ તથા રીલાયન્સ કોમ્યુનિકેશન તથા આઈડિયા પર 11-11 પીઓઆઈ રહ્યું હતું. ફોન કોલને સારી રીતે ઈન્ટરકનેક્શન કરવા માટે ટ્રાઈ પીઓઆઈ પર કંઝેશનની માસિક રીપોર્ટ પર આધાર રાખે છે.


આ પણ વાંચો :