પંજાબ બેંકે કાર લોન દર ઘટાડ્યો

નવી દિલ્હી| ભાષા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:28 IST)

દેશની સોથી મોટી આર્થિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પછી આજે પંજાબ નેશનલ બેંક પીએનબીએ પણ કાર લોનના વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે.

પીએનબી અનુસાર નવો આવતી કાલથી લાગુ કરાશે. બેંકની એક જાહેરાતમાં જણાવાયું છે કે, કાર લોનના હાલના વ્યાજ દર 11-11.5 ટકાથી ઘટીને 10.5-11 ટકા થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, એસબીઆઇએ આ મહિનામાં કાર લોનના વ્યાજમાં ઘટાડો કરતાં આ વ્યાજ દર 10 ટકા છે.


આ પણ વાંચો :