પેરામાઉંટ એરવેજે ભાડું ઘટાડ્યું

મુંબઈ | ભાષા| Last Modified સોમવાર, 29 જૂન 2009 (16:25 IST)

પૈરામાઉંટ એરવેજે ચોમાસાના સમયમાં કેટલાક પસંદગીના સ્થળો માટે સોમવારે પોતાના ભાડામાં ઘટાડો કર્યાની જાહેરાત કરી.

એરવેજની અહી જાહેર કરવામાં આવેલી એક યાદીમાં એરલાઈનના મેનેજીંગ ડિરેક્ટર એમ. થિયાંગરાજનને કહ્યું કે યાત્રી ચેન્નઈથી કોયમ્બટૂર સુધી 2229 રૂપિયામાં યાત્રા કરી શકે છે, જ્યારે ચેન્નઈથી દિલ્લીનું ભાડુ 4029 રૂપિયા હશે. પંદર જુલાઈથી 15 સપ્ટેમ્બર સુધીના સમય માટે બુકિંગ 29 જૂનથી ચાર જુલાઈ વચ્ચે થશે.

પૈરામાઉંટની ચેન્નઈ, કોયમ્બટૂર, મદુરાઈ, બૈંગલુરુ, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ, કોચ્ચિ, વિજગ, તિરુચિરાપલ્લી, અમદાબાદ, ગોવા, પુણે, કોલકાતા, ગુવાહાટી, અગરતલા અને દિલ્લી માટે ફ્લાઈટ્સ છે.


આ પણ વાંચો :