પ્રણવ અને બુદ્ધદેવની મુલાકાત

કોલકત્તા.| ભાષા| Last Modified શનિવાર, 23 ઑગસ્ટ 2008 (18:58 IST)

સિંગુરમાંથી ટાટાની લખટકિયા કાર પરિયોજનાને હટાવવાની ધમકી આપ્યા બાદ વિદેશમંત્રી પ્રણવ મુખર્જી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે મુલાકાત કરી હતી. લગભગ 30 મીનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં બન્ને નેતાઓએ ટાટાની નેનો કારની પરિયોજનાને હટાવવા માટેની મળેલી ધમકી વિશે ચર્ચા કરી હતી.

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની યાત્રા દરમિયાન અહીં આવેલા વિદેશમંત્રી પ્રણવ મુખર્જીએ નેતાજી સુભાષચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના વીવીઆઈપી વિભાગમાં ભટ્ટાચાર્ય સાથે મુલાકાત લીધી હતી.

જોકે લાંબા સમય સુધી ચાલેલી આ મુલાકાતની કોઈ વિગતો જાણવા મળી નથી.


આ પણ વાંચો :