સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (20:48 IST)

રિલાયન્સ ગ્લોબલકોમે બ્રિટનની કંપની ખરીદી

મુંબઈ(ભાષા) અનિલ ધીરુભાઈ અંબાણી સમૂહની રિલાયન્સ ગ્લોબલકોમે બ્રિટનની વાયરલેસ ટેલિફોન સેવા ઉપલબ્ધ કરાવતી ઈવેવ વલ્ડને ખરીદી લીધી છે. રિલાયન્સ ગ્લોબલકોમે ઈવેવ વલ્ડની 90 ટકા ભાગીદારી પર કબજો જમાવી લીધો છે.

કંપનીએ વાઈમેક્સ નેટવર્કની સ્થાપના અને અધિગ્રહણ ઉપર આવનારા બે વર્ષો દરમિયાન 2000 કરોડના રોકાણની યોજના બનાવી છે. રિલાયન્સ ગ્લોબલકોમના મુખ્ય કાર્યકારી અધિકારી પુનીત ગર્ગે કહ્યુ હતુ કે, ઈવેવ વલ્ડ પાસે વાઈમેક્સનુ લાયસન્સ છે અને કંપનીએ કેટલાય દેશોમાં વાઈમેક્સ સેવા શરૂ કરવા માટે સ્પેક્ટ્રમ હાંસલ કરી લીધા છે.