ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ૨૩ ફેબ્રુઆરીથી

gujarat vidhansabha
Last Modified ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (15:34 IST)

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ૨૩મી
ફેબ્રુઆરીથી શરૃ થશે અને મોટેભાગે ૨૪મી
ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારનું ૨૦૧૫-૧૬ના વર્ષનું બજેટ રજુ થશે.

દર વખતની માફક કામકાજના ૨૦-૨૨ દિવસ આ સત્ર ચાલશે, પરામર્શ બાદ આ દિવસો નિશ્ચિત થશે એમ જણાવાઈ રહ્યું છે. નાણાપ્રધાન સૌરભ પટેલ વિધાનગૃહમાં બીજી વાર બજેટ રજૂ કરશે. બજેટ ઘડતરની પ્રક્રિયા અત્યારે જોરશોરથી ચાલી રહી છે અને બજેટમાં નવી બાબતો રજૂ કરવા માટે તમામ વિભાગોને ૩૧મી જાન્યુઆરી સુધી સમય લંબાવી અપાયો છે.
ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ઓછા દિવસ મળે છે અને કામકાજના દિવસો ઉત્તરોત્તર ઘટતાં જાય છે. દેશના વિવિધ રાજ્યોમાં ૨૦૦૩ થી ૨૦૧૧ સુધી વિધાનસભાના કામકાજના દિવસોની વિગતો ઉપલબ્ધ થઈ છે અને એ મુજબ આ ૯ વર્ષના ગાળા દરમિયાન ગુજરાતમાં સરેરાશ ૩૧ દિવસ વિધાનસભા ચાલી હતી, જ્યારે સૌથી વધુ ૫૬ દિવસ માટે પશ્ચિમ બંગાળમાં અને સૌથી ઓછા ૭ દિવસ માટે અરૃણાચલ પ્રદેશમાં વિધાનસભા યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં ૪૨ દિવસ, કર્ણાટકમાં ૪૦ દિવસ, તામિલનાડુમાં ૪૧ દિવસ, આંધ્રપ્રદેશમાં ૪૦ દિવસ, બિહારમાં ૨૫ દિવસ તથા છત્તીસગઢમાં ૩૩ દિવસ વિધાનસભા ચાલી હતી. જોકે ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, અહીં નોંધવું રહ્યું કે, ૧૯૬૦ થી ૧૯૯૫ સુધી સરેરાશ ૪૯ દિવસ વિધાનસભા મળતી હતી.
આ પણ વાંચો :