સીઆરઆર-રેપો રેટમાં વધારો

ભાષા| Last Modified મંગળવાર, 29 જુલાઈ 2008 (16:45 IST)

વાર્ષિક મુદ્રા દરની પ્રથમ ત્રિમાસિકની સમીક્ષા કરતાં આરબીઆઈએ રેપો રેટમાં 0.50 ટકા અને સીઆરઆર રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. તેનાથી બેન્ક લોનનો દર વધાવાની સંભાવના છે.

હવે રેપો રેટ 8.5 ટકાથી વધીને 9 ટકા થઈ ગયો છે, તો સીઆરઆર રેટમાં બેઝીક 0.25 ટકા વધીને 9 ટકા થઈ જશે. જ્યારે બેન્કે રીવર્સ રેપો અને બેન્ક રેટમાં કોઈ વધારો કર્યો નથી.

જો કે આરબીઆઈ પાસેથી ટુંકા ગાળાનાં રોકાણ પર વ્યાજદર વધારશે, તેવી આશા હતી. પણ આરબીઆઈએ તેમાં વધારો કર્યો નથી. આ નવા દર 30 ઓગસ્ટથી લાગુ પડશે.
આરબીઆઈનાં ગર્વનર વાય.વી.રેડ્ડીએ મુદ્રા દરના ત્રિમાસિક રીપોર્ટ પર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે 2008-09 દરમિયાન ઘરેલું ઉત્પાદન (જીડીપી)નો દર 8 ટકાની આસપાસ રહે તેવી સંભાવના છે.

જો કે બેન્ક અગાઉ જીડીપીનો દર 8 થી 8.5 ટકા રહેશે, તેવી સંભાવના વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો :