સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By એએનઆઇ|
Last Modified: ગુરુવાર, 17 એપ્રિલ 2008 (10:44 IST)

2009માં મોબાઇલ નંબર 11 ડિજીટનો થશે

NDN.D

નવી દિલ્હી. દેશમાં અત્યારે 10 ડિજીટનો મોબાઈલ નંબર હોય છે તેના સ્થાને આવતા વર્ષે 2009માં 11 ડિજીટનો મોબાઈલ નંબર અમલમાં આવશે અને દરેક મોબાઈલ નંબરમાં "99" પ્રથમ બે ડિજીટ રહશે. ફીક્સ લાઈન નંબરમાં હાલના સમયે કોઈ ફેરફાર કરાશે નહી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેલિકોમ વિભાગ હાલમાં નેશનલ નંબર પ્લાન પરનો પોતાનો અહેવાલ તૈયાર કરી રહ્યો છે. ટેલિકોમ ઇજનેર સેંટરે ગયા સપ્તાહમાં તેનો અહેવાલ ટેલિકોમ વિભાગને સુપ્રત કર્યો હતો. ટેલિકોમ ઇજનેર સેંટરે હાલના 1 ડિજીટના મોબાઈલ નંબરને 11 ડિજીટના મોબાઈલ નંબર કરવા માટે છ થી નવ મહિનાનો સમયગાળો નક્કી કર્યો છે.

આ અગીયાર નંબરનો મોબાઈલનું ફોર્મેટ તમામ સીડીએમએ અને જીએસએમના જુના તેમજ નવા મોબાઈલ ગ્રાહકોને લાગુ પડશે. 2003માં ટેલિકોમ વિભાગે 30 વર્ષ માટેનો નંબરીંગ પ્લાન તૈયાર કર્યો હતો પરંતુ તેના પાંચ વર્ષ બાદ જ તેની સમીક્ષા કરવાની ફરજ પડી છે.