મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated: રવિવાર, 21 ઑગસ્ટ 2022 (13:11 IST)

Trains Will Be Cancelled - યાત્રીગણ કૃપિયા ઘ્યાન દે આ મહિને સંખ્યાબંધ ટ્રેનો થશે રદ

train blast
યાત્રીગણ કૃપિયા ઘ્યાન દે  આ મહિનાના છેલ્લા દિવસોમાં સંખ્યાબંધ ટ્રેનો થશે રદ, મુસાફરોને પડશે હાલાકી દેશના રેલ તંત્રે કેટલીક ટ્રેનોને રદ કરી કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાંથી પસાર થતી અને ઉપડતી કેટલીક ટ્રેનો ઓગષ્ટ માસ દરમિયાન રદ રહેશે. મહેસાણા-પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન , અમદાવાદ-હાવડા-અમદાવાદ, શાલીમાર-પોરબંદર-શાલીમાર, ઓખા-શાલીમાર-ઓખા, પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર ટ્રેન રદ રહેશે.   ટ્રેન નં. ૧૪૮૨૦/૧૯  સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેનને હવે ૨૦ ઓગષ્ટથી મેલ-એક્સપ્રેસમાંથી સુપરફાસ્ટમાં રૂપાંતરીત કરવામાં આવી છે. આ ટ્રેનમાં મુસાફરોને હવે સુપરફાસ્ટ ટ્રેનની મુસાફરીનો લાભ મળશે. 
 
વિરમગામ-મહેસાણા-પાલનપુર સેક્શનમાં માળખાકિયા સુવિધા માટેના કામ ચાલી રહ્યા હોવાથી તા.૨૨ થી ૨૮ ઓગષ્ટ સુધી મહેસાણા-પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.