શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 જૂન 2020 (13:49 IST)

અદાણી ગ્રુપે અમદાવાદ સહિત 3 એરપોર્ટ ટેકઓવર કરવાની પાડી ના, માગ્યો સમય

અદાણી ગ્રુપમાં કોરોના વાયરસની મહામારીનો હવાલો આપતાં લખનઉ, મંગ્લોર અને અમદાવાદ એરપોર્ટને ટેકઓવર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા પાસે ઓછામાં ઓછો છ મહિનાનો સમય માંગ્યો છે. એએઆઇએ વર્ષ 2019માં પોતાના છ એરપોર્ટ માટે બોલી લગાવી હતી અને અદાણી ગ્રુપે તમામ છ એરપોર્ટ અમદાવાદ, તિરૂવનંતપુરમ, લખનઉ, મંગલુરૂ, જયપુર અને ગુવાહાટી સૌથી વધુ બોલી લગાવનાર ગ્રુપના રૂપમાં સામે આવ્યું હતું. જોકે કેન્દ્રીય મંત્રીમંડળને જયપુર, ત્રિવેંદ્રમ અને ગુવાહાટીની બોલીઓની મંજૂરી પર નિર્ણય લેવાનો છે પરંતુ અદાણી ગ્રુપે ફેબ્રુઆરી 2020માં ત્રણ એરપોર્ટના સંચાલન, વિકાસ અને દેખરેખ માટે અધિગ્રહણ કરાર પર સહી કરી હતી. 
 
ગત વર્ષે નવેમ્બર મહિનામાં સરકારે સાર્વજનિક-ખાનગી ભાગીદારી (PPP)ના આધારે છ એએઆઇ-સંચાલિત એરપોર્ટના મેનેજમેન્ટ માટે એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એએઆઇએ કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય સ્તરના માળખા અને હિતધારકોને સેવાઓ પુરી પાડવાની પહેલનો ભાગ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ઉડ્ડયન સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું છે. માર્ચમાં ભારતમાં લોકડાઉન શરૂ થયા બાદ મોટાભાગની એરલાઇનોમાં પગાર કાપવામાં આવ્યો છે. તો બીજી તરફ કેટલીક છટણી કરી છે. 60 દિવસના લોકડાઉન બાદ સરકારે ગત મહિને સ્થાનિક હવાઇ સેવા શરૂ કરી છે. જોકે મોટાભાગના એરાપોર્ત પર કોરોના વાયરસથી સંક્રમણથી બચવા માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે જલદી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે