સંબંધિત સમાચાર
- અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં 27.1%નો વધારો
- અમદાવાદ એરપોર્ટ પર ‘ધ ગીર’નું નિર્માણ
- એરપોર્ટના ખાનગીકરણ, પીપીપી મોડલ,મેઇન્ટેનન્સનો ફ્લોપ શો થતા હવે ખાનગીકરણ નહી થાય
- રોજગાર સમાચાર - 8મું પાસ માટે સ્કિલ એંડ અન સ્કિલ મેનપાવરના 1100 પદ પર થશે ભરતી, જલ્દી કરો અરજી
- Today's Rate of Petrol - 9 દિવસમાં 1.80 રૂપિયા સસ્તુ થયુ ડીઝલ, પેટ્રોલના ભાવ પણ ઘટ્યા
બે મહિનામાં કસ્ટમ્સે અમદાવાદ એરપોર્ટ પરથી 41 કિલો સોનું પકડયું
અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ છેલ્લા બે મહિનામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી કુલ મળીને ૪૧ કિલો સોનું પકડી પાડયું છે. જેનું કુલ મૂલ્ય રૃા. ૧૨.૦૮ કરોડ થવા જાય છે. ૨૦૧૮-૧૯ના આખા વર્ષ દરમિયાન સોનાની દાણચોરીના ૧૧૬ કેસ પકડીને અમદાવાદ કસ્ટમ્સના સત્તાવાળાઓએ કુલ રૃા. ૨૧.૮૫ કરોડના સોનાની દાણચોરી પકડી પાડી હતી.
એપ્રિલ ૨૦૧૯થી ત્રીજી જૂન ૨૦૧૯ સુધીના બે મહિનાના ગાળામાં જ અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓએ સોનાની દાણચોરીના અલગ અલગ ૩૨ કેસમાં ૧૩ દાણચોરી કરનારાઓની ધરપકડ પણ કરી છે. ૨૦૧૮-૧૯ના નાણઆંકીય વર્ષમાં ૧૧૬ કેસમાં તેમણે કુલ મળીને ૩૮ જણની ધરપકડ કરી હતી.
સોનાની દાણચોરી કરનારાઓ હવે મળવિસર્જન માર્ગમાં છુપાવીને કે પછી સોનાની પેસ્ટ બનાવીને મળ વિસર્જન માર્ગમાં સંતાડી દઈને તેને દાણચોરીથી દેશમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે પુરુષો અને સ્ત્રીઓ તેમના ઉપવસ્ત્રોમાં સંતાડીને સોનું કે તેની પેસ્ટ લાવી રહ્યા છે. પટ્ટા તરીકે કે પછી પટ્ટાના બક્કલ તરીકે પણ દાણચોરીથી સોનું લાવવામાં આવી રહ્યું છે.
જ્યુસર કે પછી અન્ય મશીનરીમાં તેના પૂરજા તરીકે સોનું સંતાડીને ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી પણ દાણચોરી કરનારાઓ દ્વારા અપનાવવામાં આવી રહી છે. સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફના સભ્યોનો સાથ સહકાર લેવામાં આવી રહ્યો છે. તેમના સહયોગને કારણે દાણચોરી કરનારાઓનો માર્ગ ખાસ્સો સરળ થઈ રહ્યો છે. સોનાની દાણચોરી વધી રહી હોવાથી એરપોર્ટ પર કોન્ટ્રાક્ટથી ડેપોમાં ખાનગી કંપનીઓના માણસોને રાખવાના વલણ સામે પણ પ્રશ્ન ઊઠી રહ્યો છે.
બીજી તરફ છેલ્લા બે જ માસમાં ગુજરાતના કસ્ટમ્સ ઝોનની આવક રૃા.૧૦૯૧૭.૦૩ કરોડની સપાટીને આંબી ગઈ છે. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં આ આવક વધીને રૃા.૬૧૪૪૫.૬૨ કરોડ થઈ હતી.
