અમદાવાદ આવી પહોંચી #AmazonFestiveYatra, ગુજરાત સરકાર સાથે કર્યો MOU

amazone
અમદાવાદ:| Last Modified શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (09:00 IST)

Amazon.in એ તેના સૌથી મોટા તહેવારની ઉજવણી ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’ની જાહેરાત કરી છે, જે 29 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિએ શરૂ થશે અને 4 ઑક્ટોબરે રાત્રે 11:59 વાગ્યે પૂર્ણ થઈ જશે. પ્રાઇમના સભ્યોને 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે જ વહેલો પ્રવેશ મળી જશે. ગ્રાહકોને લાખો વિક્રેતાઓ દ્વારા રજૂ કરવામાં આવતાં સ્માર્ટફોન, લેપટૉપ્સ, કેમેરા, મોટા એપ્લાયેન્સિસ અને ટીવી, ગૃહ અને રસોડાના ઉત્પાદનો, ગ્રોસરી અને બ્યુટી જેવા કન્ઝ્યુમેબલ્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને બીજી ઘણી ચીજોની વ્યાપક શ્રેણી પર અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તેવી ડીલ પ્રાપ્ત થશે.
amazone
‘હવે બજેટને કારણે ભારતીયોની ઉજવણી ફીકી નહીં પડે’ થીમની સાથે આ વર્ષના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર નો કોસ્ટ ઇએમઆઈથી માંડીને બજાજ ફિનસર્વ, એસબીઆઈના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10%નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર અને ધિરાણના બીજા ઘણાં વિકલ્પોની વ્યાપક શ્રેણી રજૂ કરવામાં આવશે.
amazone
Amazon.in નો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ, વિશિષ્ટ પ્રકારના ‘હાઉસ ઑન વિલ્સ’ રૉડશૉ #AmazonFestiveYatra મારફતે ઉત્સવના માહોલને ફેલાવી રહ્યો છે અને ભારતની શ્રેષ્ઠત્તમ ચીજોને એક જ ઠેકાણે ઉપલબ્ધ કરાવે છે. #AmazonFestiveYatra એ શ્રેષ્ઠ ભારતીય પસંદગીઓની ઉજવણી છે, જે ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માટે ઉપલબ્ધ મોટી બ્રાન્ડ્સની સાથે-સાથે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના, સ્ટાર્ટઅપ્સના તથા ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારોના ઉત્પાદનોને પણ એક મંચ પર રજૂ કરે છે. વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ હાઉસ ઑન વ્હિલ્સમાં Amazon.inના કારીગર અને સહેલી કાર્યક્રમોમાંથી પસંદ કરવામાં આવેલા ઉત્પાદનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તહેવારોની આ સમગ્ર સીઝન દરમિયાન 3 વિશેષ ટ્રકો મારફતે #AmazonFestiveYatra 13 શહેરોને આવરી લઈ 6,000 કિમીનું અંતર કાપશે, જે એમેઝોનના ગ્રાહકો અને વિક્રેતાઓ માટે સંલગ્ન થવાની તથા અંતદ્રષ્ટિ અને મંતવ્યોનું આદાનપ્રદાન કરવાની એક અદભૂત તક પૂરી પાડશે.
amazone

#AmazonFestiveYatraમાં પ્રોડક્ટ કેટેગરીની કેટલીક સૌથી મોટી બ્રાન્ડ્સને પણ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમ કે, સેમસંગ અને વન પ્લસના મોબાઇલ ફોન્સ, વર્લપૂલ અને આઇએફબીના વૉશિંગ મશીન્સ, બૉશ ડિશવૉશર, વોલ્ટાસ, એલજી અને ગોદરેજના એર કન્ડિશનર્સ, સોની ટેલિવિઝન, અને ફિલિપ્સ કિચન એપ્લાયેન્સિસ વગેરે. અમૂલ, એચયુએલ, પી એન્ડ જી, આઇટીસી એગ્રો, લૉરીયલ અને તેના જેવી બીજી ઘણી જાણીતી એફએમસીજી બ્રાન્ડ્સની ગ્રોસરી, બાથ અને ક્લીનિંગ પ્રોડ્ક્ટસ, બ્યુટી અને કોસ્મેટિક્સ, ખાદ્યચીજોને પણ તેમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. બિબા, મેક્સ, કેપ્રીઝ, ઓરેલિયા, કૅટવૉક જેવી અગ્રણી બ્રાન્ડ્સના એપરલ અને એસેસરીઝએ પણ અમારા ક્લોઝેટને વિભુષિત કર્યુ હતું.
amazone
એમેઝોન ડીવાઇસિઝએ નવા ઇકો શૉ 5 ધરાવતા એલેક્ઝા સ્માર્ટ હૉમ, એલેક્ઝા રીમોટ ધરાવતી ફાયર ટીવી સ્ટિક 4કે, ઇકો ડૉટ, ઇકો પ્લસને પ્રદર્શિત કર્યા હતા. કિંડલ ઑસાસિસ અને કિંડલ પેપર વ્હાઇટને પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. વિપ્રો સ્માર્ટ બલ્બ, ઑક્ટર સ્માર્ટ પ્લગ, વોલ્ટાસ એસી અને ફિલિપ્સ હ્યૂ લાઇટ સ્ટ્રિપ જેવા એલેક્ઝા સમર્થિત સ્માર્ટ હૉમ ડીવાઇસિઝના સંયોજન દ્વારા તૈયાર થયેલ એલેક્ઝા સ્માર્ટ હૉમ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.
amazone
નવી દિલ્હી અને લખનઉ બાદ #AmazonFestiveYatra આજે પહોંચી હતી. બેંગ્લુરુમાં પોતાની યાત્રા પૂર્ણ કરતા પહેલાં તે હૈદરાબાદ તરફ આગળ વધશે. આ યાત્રા દરદમિયાન “#AmazonFestiveYatra” ની ટ્રક આગ્રા, ચેન્નઈ, ઇંદોર, કોલકાતા, કોચી, મથુરા, મુંબઈ અને વિશાખાપટ્ટનમ ખાતે ગ્રાહકો અને વિક્રેતાઓ સાથે સંલગ્ન થશે.
amazone

amazone
amazoneઆ પણ વાંચો :