શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Updated :અમદાવાદ , મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (17:50 IST)

અમદાવાદ: તસ્કરોએ ગુદામાર્ગમાં છૂપાવ્યુ 32 લાખનું સોનું, પોલીસે કરી ધરપકડ

: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજેન્સ યૂનિટે સોમવારે થાઇલેન્ડના બેંગકોક શહેરથી તસ્કરી કરી સોનું લઇને આવી રહેલા બે લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 829 ગ્રામ સોનું મળી આવ્યું છે. બંને તસ્કરોએ તેમના ગુદામાર્ગની અંદર સોનું છુપાવ્યું હતું. તસ્કરો પાસેથી મળેલા સોનાની કિંમત લગભગ 32.37 લાખ રૂપિયા છે.
 
કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્ત ઇનપુટ પર કાર્યવાહી કરતા તેમણે આ તસ્કરોને ઝડપી પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તસ્કરોએ ધરપકડથી બચવા માટે સોનાને ટર્પેન્ટાઇનમાં લપેટી તેને તેમના ગુદામાર્ગની અંદર છૂપાવ્યું હતું. કલાકોની પૂછપરછ બાદ આ લોકો પાસેથી સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
 
વધુમાં તેમણે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી એક તસ્કર સોનાની તસ્કરી કરી એર ઇન્ડિયાની ફ્લાઇટથી બેંગકોકથી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવ્યો જ્યાં અન્ય યાત્રીને સોનું આપ્યું હતું. ત્યારબાદ બંને યાત્રીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. આ તસ્કરોએ અનુમાન લગાવ્યું હતું કે, ઘરેલું હવાઇ એરપોર્ટ પર વધારે કડક તપાસ નહીં થાય જેથી તેઓ બચી જશે.
 
જો કે, આ લોકો કસ્ટમ અધિકારીઓની પકડમાં આવી ગયા. જણાવી દઇએ કે, દેશમાં ટર્પેન્ટાઇનમાં લપેટી સોનું લાવવાની ઘટનાઓ ઘણો વધારો થયો છે. આ પ્રકારે ટર્પેન્ટાઇનમાં લપેટી લાવવાથી ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર તપાસ દરમિયાન સોનાને પકડી શકતું નથી. એટલા માટે તસ્કરોથી સોનું નિકાળવાનું હવે ઘણું મુશ્કેલ થઇ ગયું છે. આવા તસ્કરોને પકડવા માટે હવે માત્ર ગુપ્ત જાણાકરી જ મદદગાર સાબિત થયા છે. જો કે, તેમાં આ ખતરો રહે છે કે, નિર્દોષ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં જ ગત વર્ષે 10થી 12 કિસ્સા સામે આવ્યા હતા.