બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 નવેમ્બર 2021 (20:04 IST)

હવે વટમાં ફરવુ પણ થશે મોંઘુ, કપડા અને જૂતા ચપ્પલ પર GST વધીને 12 ટકા થયો

ટેક્સટાઈલ, કપડાં અને ફૂટવેર હવે વધુ મોંઘા થશે. સરકારે આ વસ્તુઓ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કર્યો છે. આ દરો જાન્યુઆરી 2022થી લાગુ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBIT) એ 18 નવેમ્બરે એક નોટિફિકેશન રજુ  કરીને આ જાણકારી આપી છે.
 
હવે કાપડ, કપડાં અને ફૂટવેર પર 12 ટકા GST
 
જાન્યુઆરી 2022થી ફેબ્રિક પરનો GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. હવે કોઈપણ કિંમતના ફેબ્રિક પર 12 ટકા GST લાગશે. અગાઉ 1000 રૂપિયા સુધીના કાપડ પર 5 ટકા GST લાગુ થતો હતો. હવે વણેલા કાપડ, સિન્થેટીક દોરા, થાણા, ધાબળા, તંબુ, ટેબલ ક્લોથ, ગોદડા સહિત અનેક પ્રકારના કાપડ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. ફૂટવેર પર પણ 12 ટકા જીએસટી લાગશે.
 
સામાન્ય ઉપયોગની ઘણી વસ્તુઓને પણ GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. 150 સામાન અને 80 થી વધુ સેવાઓ પર GST લાગતો નથી. ટેક્સ નિષ્ણાતો કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં GST કલેક્શનમાં પ્રોત્સાહક વલણ જોવા મળ્યું છે. જેથી સ્લેબમાં થોડો સુધારો કરી શકાય.
 
ચાર જીએસટી દરને બદલે ત્રણ દર?
સરકાર 5 ટકાના ટેક્સ સ્લેબને હટાવી શકે છે. હવે માત્ર 12, 18 અને 28 ટકાના દર જ રાખવાનો નિર્ણય લઈ શકાય છે. 5 અને 12 ટકાના સ્લેબને જોડીને હવે માત્ર 12 ટકાનો સ્લેબ જ જળવાઈ રહેશે. કર્ણાટકના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથ (GoM) ની ટૂંક સમયમાં બેઠક થવાની સંભાવના છે જેમાં GST કાઉન્સિલની ભલામણો પર વિચારણા કરવામાં આવશે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે