મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 11 જૂન 2021 (10:14 IST)

બીજી બેંકના એટીએમથી પૈસા ઉપાડવા મોંઘા થશે, જાણો કેટલો ચાર્જ કપાશે

ભારતીય રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગુરુવારે એટીએમથી થતા દરેક વિત્તીય વ્યવહાર પર ઈંટરચેંજ ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એટીએમ ઉપાડવા ફી નો આ 
વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે. એટલે કે, નવા વર્ષના પહેલા દિવસથી, તમારે વધુ ફી ચૂકવવી પડશે.
 
આરબીઆઈએ કોઈપણ બેંકના ગ્રાહકોને દર મહીના મળતા મફત એટીએમ ઉપાડ પછી ગ્રાહકોને પર ATM ચાર્જની મહત્તમ મર્યાદા 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. બેંક ગ્રાહકોને 
દર મહીને એટીએમમાંથી 5 મફત રોકડ ઉપાડની સુવિધા અત્યારે આપી રહી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ગયા વખતે ઑગસ્ટ 2012માં એટીએમ ઇન્ટરચેંજ ફીમાં છેલ્લો ફેરફાર થયો હતો. 
 
1 ઑગસ્ટ, 2021 થી બિન-નાણાકીય વ્યવહાર મોંઘા થશે
ગ્રાહકો માટે લાગુ ચાર્જ ઑગસ્ટ 2014 માં સુધારવામાં આવ્યા હતા. તેથી સમિતિની સિફારિશની તપાસ કર્યા બાદ ઇન્ટરચેંજ ફી અને કસ્ટમર ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધુ છે. આરબીઆઈએ જણાવ્યુ કે બેંકો 
અને એટીએમ ઓપરેટરો પર એટીએમ ડિપ્લૉયમેંટ ખર્ચ અને જાળવણી ખર્ચની સાથે બધા હિતધારકો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. કેંદ્રીય બેંકે નાણાંકીય વ્યવહારો માટેની ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી છે, જે 1 ઓગસ્ટ, 2021 થી લાગૂ થશે.