સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 31 જુલાઈ 2018 (15:37 IST)

કાર-બાઈકની દુર્ઘટના પછી ન કરો આ ભૂલ, કેન્સલ થઈ શકે છે ઈશ્યોરેંસનો ક્લેમ

કાર કે બાઈક દુર્ઘટના થતા પોલીસી ધારકને ઈશ્યોરેંસ ક્લેમ મેળવવામાં અનેકવાર ખૂબ જ પરેશાનીઓનો આમનો કરવો પડે છે અને અનેકવાર તો એક મામૂલી ભૂલને કારણે ક્લેમ કેન્સલ થઈ જાય છે.  ક્લેમમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચવા માટે આ ઉપાય અપનાવવો જરૂરી છે. 
 
1. મોડુ કરવાથી બચો - સૌ પહેલા જે કંપનીની ઈશ્યોરેંસ પોલીસી છે તેના નિયમ અને શરત જરૂર જાણી લો અને એ પણ જાણી લો કે દુર્ઘટના થવાના કેટલા સમયગાળાની અંદર ક્લેમ કરવો જોઈએ.  જો તમને આ અંગેની માહિતી રહેશે તો તમે મોડુ કરવાથી બચશો. 
 
2. એફઆઈઆર - આવા મામલે પોલીસમાં એફઆઈઆર તરત જ કરાવો. ક્લેમ કરવા માટે એફઆઈઆર મહત્વના પુરાવા અને દસ્તાવેજનુ કામ કરે છે. 
 
3. દુર્ઘટના પછી તક મળે તો કોઈ વ્યક્તિ દ્વારા ક્ષતિગ્રસ્ત વાહનની ફોટો જરૂર પડાવી લેવી જોઈએ.  જો કે તસ્વીર ન હોય તો ક્લેમ રિજેક્ટ નથી થતો પણ જો તે હોય તો ક્લેમનો પ્રોસેસ ઝડપથી થશે અને વળતર પણ જલ્દી મળી જશે. 
 
4. ક્લેમ મેળવવા માટે એપ્લીકેશનમાં સાચી માહિતી ભરો કારણ કે ફોર્મ જમા થયા પછી તરત જ ઈશ્યોરેંસની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ક્રોસ ચેકિંગ કરે છે અને દુર્ઘટના સાથે જોડાયેલ પુરાવા પણ જમા કરે છે.  જો બતાવેલ માહિતીમાં કોઈ ફેર જોવા મળ્યો તો ક્લેમ કેન્સલ થવાની શક્યતા વધી જાય છે. 
5. દુર્ઘટના સમયે જે પણ ગાડીનો માલિક હોય તેની પાસે લાઈસેંસ હોવુ જરૂરી છે અને તેને કોઈપણ પ્રકારનો નશો ન કર્યો  હોવો જોઈએ. 
 
6. ગાડીમાં ક્ષમતા કરતા વધુ સવારી બેસેલી ન હોવી જોઈએ.  સરકારી નિયમો મુજમ સેડાન કારમાં 4 વ્યક્તિઓના બેસવાની મંજુરી છે.  ઓટોરિક્શામાં 3 સવારી, ટુ વ્હીલરમાં બે જ લોકો બેસી શકે છે.  જો તપાસ કરવા આવેલી ટીમને જાણ થશે કે દુર્ઘટના સમયે ગાડીની ક્ષમતા કરતા વધુ સવારીઓ સવાર હતી તો ક્લેમ રદ્દ થઈ શકે છે.  ચાલકની કોઈ ભૂલ ન હોય પણ વાહનના ઓવરલોડેડ હોવાના પુરાવા મળતા પણ ક્લેમ કેન્સલ થઈ શકે છે. 
 
7. તપાસ પછી ટીમ કેશલેસ કે ભરપાઈ વળતરની પસંદગી કરી શકે છે. કેશલેસના મામલે વાહનને ઈશ્યોરેંસ સાથે જોડાયેલ કોઈ ગેરેજમાં રિપેયર કરાવવામાં આવે છે અને રૈબર્સમેંટના મામલે વાહનને કોઈપણ ગેરેજમાં રિપેયર કરાવીને તેનુ બિલ ઈશ્યોરેંસ કંપનીમાં જમા કરાવવુ પડે છે.  ધ્યાન રાખજો કે વીમા કંપની દ્વારા ચકાસણી કરતા પહેલા વાહન રિપેયર ક્યારેય ન કરાવશો, નહી તો ક્લેમ રદ્દ થવાની શક્યતા વધી જાય છે.