ટુ વ્હિલર વાહનોના શો રૂમ પર ઉમડી ભીડ (વીડિયો)

Last Modified શુક્રવાર, 31 માર્ચ 2017 (12:01 IST)
એક એપ્રિલ પછી દેશભરમાં બહરત સ્ટેજ 4 ઉત્સર્જન માનકનુ અનુપાલન
કરનારી કોઈપણ વાહનને વેચવાની અનુમતિ નહી આપે. આ નિર્ણયથી પ્રભાવિત થનારા વાહન ડીલરોએ પોતાના ટુવ્હીલર, ફોર વ્હીલર વાહનોને ઠેકાણે લગાડવાનુ શરૂ કરી દીધુ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ શહેરોમાં ટુવ્હીલર વાહનો પર 5 હજારથી 20 હજાર ઓછા ભાવમાં વહેચવામાં આવ્યા.
જેવી આ વાતની જાણ લોકોને થઈ લોકો વાહનોના શો રૂમ પર ઉમડી પડ્યા અને તાબડતોબ લોકોએ વાહન ખરીદી લીધા. જાણ થઈ છે કે સ્કુટર 10થી 20 હજાર રૂપિયા સસ્તા મળી રહ્યા છે. જ્યારે કે મોટર સાઈકલ 5 થી 10 હજાર રૂપિયા ઓછા ભાવમાં મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે જે વાહન બીએસ-4નું અનુપાલન ન કરનારા હશે. તેમનુ વેચાણ એક એપ્રિલ 2017થી ભારતમાં કોઈપણ વાહન નિર્માતા કે ડીલર નહી કરે. ભલે ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફ્રોર વ્હીલર હોય. એવુ કહેવાય રહ્યુ છે કે કોર્ટના આ નિર્ણયથી લગભગ ઓટો કંપનીઓને લગભગ 20 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થશે.આ પણ વાંચો :