શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (22:06 IST)

Budget 2021: એપીએમસીઓને એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મળશે

Budget 2021: નાણાકીય વર્ષ 22માં કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 16.5 લાખ કરોડ
કૃષિ ક્ષેત્રને ટેકો આપવા માટે ઢગલાબંધ પગલાંમાં કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 રજૂ કરતી વેળાએ આકાંક્ષી ભારત માટે સમાવિષ્ટ વિકાસના ભાગરૂપે કૃષિ ક્ષેત્ર માટે 9 પગલાં જાહેર કર્યા હતા.
 
સ્વામિત્વ સ્કીમ
નિર્મલા સીતારમણે સ્વામિત્વ યોજના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લંબાવવા સૂચવ્યું છે.
 
ગામોમાં મિલકત માલિકીમાં પારદર્શિતા લાવવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સ્વામિત્વ યોજના’ શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગામોમાં મિલકત માલિકને અધિકારના રેકોર્ડ્સ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 1241 ગામોમાં 1.80 લાખ મિલકત માલિકોને કાર્ડ્સ અપાયા છે.
 
કૃષિ ધિરાણનો લક્ષ્યાંક નાણાં વર્ષ 2022માં વધારીને 16.5  લાખ કરોડ
આપણા ખેડૂતોને પૂરતું ધિરાણ મળે એ માટે નાણાં મંત્રીએ નાણાં વર્ષ 2020માં કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 16.5 લાખ કરોડ કર્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પશુસંવર્ધન, ડેરી અને મત્સ્યોદ્યોગને ધિરાણ પ્રવાહ વધે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
 
ઇન્દ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં 33%નો વધારો
ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડને હાળવણીમાં પણ નાણાં મંત્રીએ વધારો જાહેર કરીને રૂ. 30,000 કરોડથી વધારીને રૂ. 40,000 કરોડ કરી છે.
 
સૂક્ષ્મ સિંચાઇ નિધિ બમણી
નિર્મલા સીતારમણે સૂક્ષ્મ સિંચાઇ નિધિ બમણી કરવાની દરખાસ્ત કરી છે. આ ફંડ નાબાર્ડ હેઠળ રૂ. 5000 કરોડના ભંડોળ સાથે શરૂ થયું હતું, હવે બીજા રૂ. 5000 કરોડથી મોટું કરાયું છે.
 
ઑપરેશન ગ્રીન સ્કીમ- “ટૉપ્સ”માં જલ્દી બગડે એવી વધુ 22 પેદાશોનો સમાવેશ
કૃષિ અને સંલગ્ન પેદાશોમાં મૂલ્યવર્ધન અને એની નિકાસને વેગ આપવા શ્રીમતી સીતારમણે ‘ઓપરેશન ગ્રીન સ્કીમ’નો વ્યાપ વધારવા દરખાસ્ત કરી છે. હાલ આ યોજના ટામેટા, કાંદા અને બટાકા (ટૉપ્સ)ને લાગુ પડે છે હવે એમાં જલ્દી બગડે એવી વધુ 22 પેદાશોનો સમાવેશ થશે.
 
ઈ-નામ સાથે વધુ 1000 મંડીઓ એકત્ર કરાશે
નાણાં મંત્રીએ કહ્યું કે ઇ-નામ હેઠળ 1.68 કરોડ ખેડૂતો નોંધાયેલા છે અને રૂ. 1.14 લાખ કરોડના મૂલ્યનો વેપાર થયો છે. ઇ-નામ દ્વારા કૃષિ બજારમાં જે સ્પર્ધાત્મકતા આવી છે અને પારદર્શિતા આવી છે એને ધ્યાનમાં લઈને નાણાં મંત્રી પારદર્શિતા અને સ્પર્ધાત્મકતા લાવવા વધુ 1000 મંડીઓને ઇ-નામ સાથે જોડવા સૂચવે છે.
 
એપીએમસીઓને કૃષિ ઇન્દ્રાસ્ટ્રક્ચર ફંડનો લાભ મળશે
નાણાં મંત્રીએ માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે એપીએમસીઓને કૃષિ ઇન્ફ્રાસ્ટક્ચર ફંડ ઉપલબ્ધ કરાવવા સૂચવ્યું હતું.
 
પાંચ મોટા મત્સ્ય બંદરો વિકસાવવા દરખાસ્ત
આધુનિક મત્સ્ય બંદરો અને ફિશ લેન્ડિંગ કેન્દ્રો વિક્સાવવા માટે નિર્મલા સીતારમણે ધરખમ રોકાણની દરખાસ્ત કરી હતી. નાણાં મંત્રીએ કહ્યું કે આની શરૂઆત કરવા માટે પાંચ મુખ્ય મત્સ્ય બંદરો – કોચી, ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, પારાદિપ અને પેટુઆઘાટને આર્થિક પ્રવૃત્તિઓના હબ તરીકે વિકસાવાશે. શ્રીમતી સીતારમણે નદીઓ અને જળમાર્ગો પર જમીન પરના મત્સ્ય બંદરો અને ફિશ લેન્ડિંગ સેન્ટર્સ વિક્સાવવા પણ સૂચવ્યું હતું.
 
તમિલનાડુમાં બહુહેતુક સેવાળ (દરિયાઇ વનસ્પતિ) પાર્ક સ્થપાશે
સેવાળની ખેતીની સંભાવનાઓને સ્વીકારતા નાણાં મંત્રીએ કહ્યું કે આ ઉદભવતું ક્ષેત્ર છે જે કાંઠાના સમુદાયોના જીવનને બદલી નાંખવાની સંભાવના ધરાવે છે - તે મોટા પાયે રોજગાર અને વધારાની આવક પૂરી પાડશે. સેવાળની ખેતીને ઉત્તેજન આપવા માટે નિર્મલા સીતારમણે તમિલનાડુમાં સ્થપાનારા એક બહુહેતુક સેવાળ પાર્કની દરખાસ્ત કરી હતી.
 
વર્ષોથી ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાને દોહરાવતા નિર્મલા સીતારમણે કહ્યું કે ઘઉં, ચોખા, દાળની ખેડૂતો પાસેથી પ્રાપ્તિમાં સ્થિર વધારો થયો છે. નાણાં મંત્રીએ કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની વ્યવસ્થામાં ધરમૂળ ફેરફાર થયો છે - એ સુનિશ્ચિત કરવા માટે કે તમામ વસ્તુઓના ઉત્પાદન ખર્ચ કરતા દોઢો ભાવ મળે.
 
વર્ષોમાં ખેડૂતોને ચૂકવાયેલ રકમ અને પ્રાપ્તિની વિગતો આપતા નિર્મલા સીતારમણે કહ્યું કે ઘઉંના કિસ્સામાં 2013-14માં ખેડૂતોને ચૂકવાયેલ કુલ રકમ રૂ. 33,874 કરોડ હતી. 2019-2020માં તે રૂ. 62,802 કરોડ થઈ અને 2020-2021માં વધારે સુધરીને તે રૂ. 75060 કરોડ થઈ. ઘઉં ઉગાડતા ખેડૂતો જેમને લાભ થયો એમની સંખ્યા 2019-20ના 43.36 લાખની સરખામણીએ 2020-2021માં 43.36 લાખ થઈ.
 
ડાંગર માટે 2013-14માં રૂ. 63,928 કરોડ ચૂકવાયા હતા. 2019-2020માં તે વધીને રૂ. 1,41,930 કરોડ થયા. 2020-2021માં આ રકમ વધારે સારી વધીને રૂ. 1,72,752 કરોડ થવાનો અંદાજ છે. લાભાર્થી ખેડૂતોની સંખ્યા 2019-2020માં 1.24 કરોડ હતી તે વધીને 2020-21માં 1.54 કરોડ થઈ છે. એવી જ રીતે દાળ-કઠોળના સંદર્ભમાં 2013-14માં ચૂકવાયેલી રકમ 236 કરોડ હતી. 2019-20માં વધીને 8,285 કરોડ થઈ. હવે 2020-2021માં રૂ. 10,530 કરોડ છે. 2013-14 કરતા 40 ગણાથીય વધારે વધારો છે.
 
કપાસ ઉગાડનારા ખેડૂતોને 2013-14માં રૂ. 90 કરોડની આવક થઈ એમાં પ્રચંડ વિસ્મયકારક વધારો થયો છે અને 2021ની 27 જાન્યુઆરી મુજબ તે રૂ. 25,974 કરોડ થઈ છે