શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (16:47 IST)

ગુજરાતમાં કેટલી કારનું બુકિંગ થયું અને કેટલી કારની ડીલિવરી સોંપાઈ જાણો

સામાન્ય રીતે ધનતેરશના દિવસે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં વાહનોનું વેચાણ થાય તેવી શક્યતા છે. ધનતેરસને લઈ સુરતમાં વાહન ખરીદીમાં તેજી દેખાઇ રહી છે. સુરતમાં એક જ દિવસમાં 90 જેટલી કારોનું બુકિંગ થઇ ગયું છે, જ્યારે 125 જેટલી કારની ડિલીવરી કરી દેવામાં આવી છે. ધનતેરસને લઈ ઓટોમોબાઈલમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે.

ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે સારો માહોલ દેખાઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15થી 30 ટકા જેટલો ઓટોમ્બોઇલમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરમાં આજના દિને 5,000 જેટલા વાહનો વેચાય તેવી શક્યતાઓ છે. શો રૂમમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોની ડિલિવરીઓ થઈ રહી છે જેના માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. ધનતેરસ વાહનોની ખરીદી તેમજ સોના-ચાંદીની ખરીદી માટે શુભ મહૂર્ત માનવામાં આવે છે. નવરાત્રી અને દશેરાથી જ વાહન ખરીદીનો માહોલ જામે છે. દશેરાના દિવસે પણ લોકો મોટી સંખ્યામાં વાહનો ખરીદતા હોય છે.