શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (10:57 IST)

Motor Vehicle Rules - આજથી બદલાઇ જશે તમારું ડ્રાવિંગ લાઇસન્સ અને RC, આજથી બદલાઇ જશે આ નિયમો

સરકાર ટ્રાફિકના નિયમોને લઇને સતત ફેરફાર કરી રહી છે. તાજેતરમાં નવા મોટર વ્હિકલ નિયમને લાગૂ કર્યા બાદ હવે 1 ઓક્ટોબર એટલે કે આજથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુકમાં પણ મોટો ફેરફાર આવી જશે. આ નવા નિયમ એક ઓક્ટોબરથી આખા દેશમાં લાગૂ થઇ જશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આઇટી સર્વિસીસ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ (ઇ-મોનિટરિંગ) દ્વારા ટ્રાફિક નિયમોને દેશભરમાં વધુ સારી રીતે લાગુ કરી શકાશે. નવા નિયમો અનુસાર હવે ફક્ત દસ્તાવેજોની ચકાસણી કરવા માટે કોઈ વાહન રસ્તા પર રોકી શકાશે નહીં. 
 
નવા નિયમો મુજબ, જો વાહનનો કોઈ દસ્તાવેજ ઓછો કે અધૂરો રહેશે, તો તેના નોંધણી નંબર દ્વારા દસ્તાવેજોનું ઇ-વેરિફિકેશન કરવામાં આવશે અને ઓનલાઈન જ ઇ-ચલન મોકલવામાં આવશે. એટલે કે, હવે વાહનોની ચકાસણી કરવા માટે ફિજિકલ દસ્તાવેજોની માંગ કરવામાં આવશે નહીં
 
અત્યાર સુધી દરેક રાજ્યમાં ડીએલ અને આરસી ફોર્મેટ અલગ-અલગ હોય છે જેથી આપવામાં આવેલી જાણકારીઓ અલગ-અલગ પાના પર પર હોય છે. પરંતુ હવે આ નિયમ લાગૂ થયા બાદ આખા દેશમાં એક જેવા ડીએલ અને આરસી હશે. તમને જણાવી દઇએ કે તેને લઇને સરકારે થોડા સમય પહેલાં જ નોટિફિકેશન જાહેર કર્યું હતું. 
 
હવે લાઇસન્સ, RC પણ તમે ઘરે બેઠા ઓનલાઇન બનાવી શકો છો. નવા નોટિફિકેશન મુજબ હવે આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવા, લાઇસન્સનું નવીનીકરણ, ગાડીનું રજીસ્ટ્રેશન અને તેના સાથે જોડાયેલ દસ્તાવેજમાં સરનામું બદલવા માટે હશે. 
 
આ સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ હશે તેની પ્રિટિંગ પણ એક જેવી જ હશે. અત્યાર સુધી દરેક રાજ્યના ડીએલ અને આરસી અલગ-અલગ હોય છે. અંવા ફેરફાર બાદ ડ્રાઇવિંગ સાઇસન્સ અને ગાડીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેશનને લઇને કોઇ કંફ્યૂજન નહી થાય. 
 
આ સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ હોવાથી તે પહેલાં કરવામાં આવેલા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છુપાવી શકશે નહી. આ ક્યૂઆર કોડ દ્વારા કેન્દ્રીય ઓનલાઇન ડેટાબેસથી ડ્રાઇવર અથવા વાહન પાછળના રેકોર્ડને એક ડિવાઇસ દ્વારા વાંચી શકાશે. ટ્રાફિક પોલીસને તેમની પાસે હાજર ડિવાઇસમાં કાર્ડને નાખતાં જ ક્યૂઆર કોડને સ્કૈન કરતાં જ ગાડી અને ડ્રાઇવરની બધી ડિટેલ મળી જશે.  
 
વાહન ચાલક હવે વાહનથી સંબંધિત ડૉક્યુમેન્ટસ Digi-Locker એટલે કે M-parivahanમાં સ્ટોરેજ કરી શકે છે, અને જરૂરિયાત પડવા પર ડિજિટલ માધ્યમથી દેખાડવાની છૂટ રહેશે. એટલે કે હવે ટ્રાફિક પોલીસકર્મી હાર્ડ કોપી માંગી શકશે નહીં. 
 
આ સિવાય ટ્રાફિક નિયમોનું પાલન નહી કરનારાઓનું કોઇ ઇ-ચલન પણ સરકારના ડિજિટલ પોર્ટલના માધ્યમથી જારી કરવામાં આવશે. એટલું જ નહીં ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કર્યા પછી ડિજિટલ પોર્ટલ પર રિપોર્ટિંગ કરવું પડશે. સરકાર ઇચ્છે છે કે કોઇ પણ વાહનનું ચેકિંગ વારંવાર ન કરવામાં આવે, જેનાથી રોડ પર ચાલતા ડ્રાઇવરોની પરેશાની ઓછી થશે. 
 
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદનમાં કહ્યુ છે કે, તેમને મોટર વાહન નિયમ 1989માં કરવામાં આવેલ વિવિધ સંશોધનો વિશે અધિસૂચના જાહેર કરી છે. જેમાં મોટર વાહન નિયમોની શ્રેષ્ઠ દેખરેખ અને ક્રિયાન્વયન માટે 1 ઓક્ટોબર 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધી દસ્તાવેજો અને ઈ-ચલણ જાળવી શકાય છે.