શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (10:53 IST)

રિલાયન્સ રિટેલને મળ્યો બીજો સૌથી મોટો રોકાણકાર, KKR કરશે 5550 કરોડ રૂપિયાનુ રોકાણ

રિલાયન્સ રિટેલને બીજો સૌથી મોટો રોકાણકાર મળી ગયો છે. રિલાયન્સે જાહેરાત કરી છે કે કેકેઆર રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચુક્યુ છે.
 
નવી દિલ્હી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ જાહેરાત કરી છે કે ગ્લોબલ ઈન્વેસ્ટમેંટ ફંડ  કેકેઆર RIL માં  5550 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ દ્વારા, કેકેઆર રિલાયન્સ રિટેલ રીચર્સ વેન્ચર્સ લિમિટેડમાં 1.28 ટકા હિસ્સો ખરીદશે. કેકેઆર દ્વારા રિલાયન્સમાં આ બીજું રોકાણ છે. આ અગાઉ પણ કેકેઆરએ  રિલાયન્સના જિઓ પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
 
રિલાયન્સ રિટેલમાં બીજો મોટું રોકાણ
 
રિલાયન્સ રિટેલમાં કેકેઆરનું આ બીજું મોટું રોકાણ છે. અગાઉ અમેરિકાની ખાનગી ઇક્વિટી રોકાણકાર કંપની સિલ્વર લેક પાર્ટનર્સએ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રોકાણ દ્વારા સિલ્વર લેક કંપનીમાં 1.75 ટકા હિસ્સો ખરીદ્યો છે. જ્યારે સિલ્વર લેકનું રોકાણ થયું છે ત્યારથી કહેવામાં આવી રહ્યું છે કે કેકેઆર પણ ટૂંક સમયમાં તેમાં રોકાણ કરી શકે છે
 
રિલાયન્સ રિટેલ લિમિટેડના દેશભરમાં ફેલાયેલા 12 હજારથી વધુ સ્ટોર્સમાં વાર્ષિક આશરે 64 કરોડ ખરીદદારો છે. તે ભારતનો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસી રહેલા રિટેલ બિઝનેસ છે. રિલાયન્સ રિટેલની પાસે  દેશનો સૌથી નફાકારક રિટેલ બિઝનેસ ઠપ્પો પણ છે. કંપની રિટેલ વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ, નાના ઉદ્યોગો, છૂટક વેપારીઓ અને ખેડુતોને પોષણક્ષમ ભાવે સેવા આપવા અને લાખો રોજગાર પેદા કરવા માટે એક સિસ્ટમ વિકસાવવા માંગે છે. જેનાથી ગ્રાહકોને વ્યાજબી કિમંતે સેવા પ્રદાન કરી શકાય છે અને લાખો રોજગાર ઉભો કરી શકાય. 
 
રિલાયન્સ રિટેલે તેની નવી વાણિજ્ય વ્યૂહરચનાના ભાગરૂપે નાના અને અસંગઠિત વેપારીઓનુ  ડિજિટલાઇઝેશન કરવાનું શરૂ કર્યું છે. કંપનીનું લક્ષ્ય   2 કરોડ વેપારીઓને આ નેટવર્ક સાથે જોડવાનું છે. આ નેટવર્ક વેપારીઓને સારી ટેકનોલોજી સસથે ગ્રાહકોને યોગ્ય કિંમતે સેવાઓ પહોંચાડવામાં સક્ષમ બનાવશે.
 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “કેકેઆરને રિલાયન્સ રિટેલ વેંચર્સમાં મહત્વપૂર્ણ રોકાણકાર તરીકે આવકારવામાં મને આનંદ થાય છે. અમે દરેક ભારતીયના ફાયદા માટે ભારતીય રિટેલ ઇકો સિસ્ટમનો વિકાસ અને પરિવર્તન ચાલુ રાખીશું. અમે અમારા ડિજિટલ સેવાઓ અને છૂટક વ્યવસાયમાં કેકેઆરના ગ્લોબલ પ્લેટફોર્મ, ઈંડસ્ટ્રી નોલેજ અને  ઓપરેશનલ એક્સપર્ટિસનો  લાભ લેવા માટે તૈયાર છીએ.
 
કેકેઆરના સહ-સ્થાપક અને સહ-સીઇઓ હેનરી ક્રાવીસે જણાવ્યું હતું કે, “અમે રિલાયન્સ રિટેલ વેંચર્સમાં આ રોકાણ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. રિલાયન્સ રિટેલ તમામ વેપારીઓને સશક્તિકરણ આપી રહી છે અને ભારતીય ગ્રાહકોના છૂટક ખરીદીનો અનુભવ બદલી રહી છે. . ભારતની અગ્રણી રિટેલર બનવા અને વધુ સમાવિષ્ટ ભારતીય રિટેલ અર્થતંત્ર બનાવવા માટે રિલાયન્સ રિટેલના મિશનનું અમે સંપૂર્ણ રીતે સમર્થન કરીએ છીએ.