મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (13:15 IST)

Indigo અને Go First પર મળી રહી છે વર્ષની સૌથી સસ્તી ટિકિટો, ફક્ત 6139માં મેળવો ઈંટરનેશનલ ફ્લાઈટની તક

શુ તમે આ વર્ષે ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો ? તમને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે આ વર્ષે સપ્ટેમ્બરમાં હવાઈ મુસાફરી કરવાની તક મળી રહી છે. દેશની બે મુખ્ય એયરલાઈંસ ગો ફર્સ્ટ અને ઈંડિગો મુસાફરો માટે પૉકેટ ફ્રેંડલી ફ્લાઈટ ટિકિટ લઈને આવી છે. આ ઓફર સાથે તમે 1200 રૂપિયાથી પણ ઓછી કિમંતમાં ઘરેલુ અને લગભગ 6100 રૂપિયામાં ઈંટરનેશન્નલ ફ્લાઈટની ટિકિટ મળી રહી છે. આ ઓફરમાં તમે માર્ચથી સપ્ટેમ્બર સુધી માટે ટિકિટ બુક કરી શકો છો. આવામાં જો તમે ગરમીમાં વેકેશન પ્લાન કરી રહ્યા છો તો આ તમારે માટે સોના પર સુહાગા સાબિત થઈ શકે છે. 
 
શુ છે ગો ફર્સ્ટ ની ઓફર 
ભારતમાં સસ્તી હવાઈ યાત્રા પુરી પાડનારી બજટ એયરલાઈંસ કંપની ગો ફર્સ્ટે આ વર્ષની સૌથી સસ્તી ટિકિટની ઓફર રજુ કરી છે. કંપનીએ તેને #FabFebSale  ઓફરનુ નામ આપ્યુ છે. જેના હેઠળ Go First ઘરેલુ ઉડાનની ઓફર માત્ર 1199 રૂપિયાથી શરૂ કરી રહ્યા છે. બીજુ તમે ફક્ત 6,139 રૂપિયામાં ઈંટરનેશનલ ફ્લાઈટ પણ બુક કરી શકો છો.  જેના હેઠળ મુસાફર 12 માર્ચથી 30 સપ્ટેમ્બર 2023ની યાત્રા કરી શકે છે. પણ આ માટે 24 ફેબ્રુઆરી સુધી ટિકિટ બુક કરાવવી પડશે. 
 
આ છે નિયમ અને શરતો   
વેચાણના સમયગાળા દરમિયાન ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે અમુક નિયમો અને શરતો છે. કેરિયરે કહ્યું કે નો-શોના કિસ્સામાં કોઈ રિફંડ આપવામાં આવશે નહીં, અને વધુ ડિસ્કાઉન્ટની મંજૂરી નથી. રદ કરવાના માનક નિયમો અને શરતો લાગુ થશે. પહેલા આવો પહેલા સેવાના ધોરણે સીટો ઉપલબ્ધ છે અને બુકિંગ સમયે ઉપલબ્ધતા છે.

 ઈંડિગોની આ છે ઓફર 
બીજી તરફ ઈન્ડિગો આ વર્ષે 13 માર્ચથી 13 ઓક્ટોબર સુધીની મુસાફરીના સમયગાળા માટે રૂ. 2,093 થી શરૂ થતી ડોમેસ્ટિક ફ્લાઈટ ટિકિટ ઓફર કરી રહી છે. આ માટે, લોકો 25 ફેબ્રુઆરી, 2023 સુધી ડિસ્કાઉન્ટેડ કિંમતે તેમની ટિકિટ બુક કરાવી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ઓફર હેઠળ ઘરેલું ભાડું 2,093 રૂપિયાથી શરૂ થાય છે.