શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (16:39 IST)

નોટબંધીનું એક વર્ષ - નોટબંધી પછી ડિઝીટલ લેવદ-દેવડનું પ્રમાણ વધ્યુ

એટમ ટેકનોલોજીના પ્રબંધ નિદેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ દેવાંગ નેરલ્લાએ કહ્યુ, છેલ્લા 12 મહિનામાં બે ગણાથી વધુ વૃદ્ધિ જોવા મળી. નોટબંધીથી પહેલા અમે માસિક 3000 કરોડ રૂપિયાની લેવડ દેવડ કરી રહ્યા હતા જે હવે બધા કાર્યક્ષેત્રમાં 6800 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. 
 
તેમણે સંકેત આપ્યા કે આ વૃદ્ધિમાં સૌથી વધુ યોગદાન ઓનલાઈન ચુકવણી વેપારનુ રહ્યુ.. અમારુ ધ્યાન મોટાભાગે શિક્ષા યાત્રા ટિકિટ નાણાકીય સેવાઓ સી2જી ચુકવણી અને કેબિલ અને વાયરલેસ ઉદ્યોગ પર રહ્યુ છે અને અમે નામાંકન સાથે સાથે લેવડ દેવડના મામલામાં પણ વૃદ્ધિ જોઈ છે. 
 
નોટબંધી પછી પેમેંટ પ્રસંસ્કરણમાં ત્રણ ગણો વધારો થયો છે. અમે હજુ પણ અમારા ઓનલાઈન ચુકવણી ગેટવેથી થનારા લેવડ દેવડમાં મહિના દર મહિનાના આધાર પર લગભગ 20 ટકા વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. પેમેંટ કાઉંસિલ ઓફ ઈંડિયા મુજબ ડિઝિટલ ચુકવણી ઉદ્યોગની વૃદ્ધિ દર જે પહેલા 20થી 50 ટકા વચ્ચે હતી. નોટબંધી પછી વધીને 40-70 વચ્ચે થઈ ગઈ. 
 
પેમેંટ કાઉંસિલ ઓફ ઈંડિયાના ચેયરમેન નવીન સૂર્યાએ ધ્યાન આપ્યુ.. દેશના રોક રહિત યાત્રામાં નોટબંધી ફક્ત એક રોકાણ છે.. અંતિમ મંઝીલ નહી. જેણે દેશવાસીઓને એક મજબૂત મનોવૈજ્ઞાનિક સંદેશ આપ્યો કે રોકડ સ્વાગત યોગ્ય નથી અને રોકડનુ 
ડિઝિટલીકરણ અનિવાર્ય છે.  જેના પરિણામ સ્વરૂપ ફક્ત એક વર્ષમાં પીઓએસ મશીનોની સંખ્યા ડબલ થઈ ગઈ છે.