સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (11:50 IST)

મારુતિના ઘણા વાહનો પર ડિસ્કાઉન્ટની જાહેરાત, માર્ચમાં સસ્તા ખરીદવાની મોટી તક

મારુતિ સુઝુકીએ માર્ચ મહિના માટે તેના એરેના મોડલ લાઇન-અપ પર રૂ. 41,000 સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ લાભો રોકડ ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ અને એક્સચેન્જ ઑફર્સના રૂપમાં આપવામાં આવી રહ્યા છે. જો કે, મારુતિ સુઝુકીની આ ઓફરનો કોઈ સીએનજી મોડલ પર કોઈ ફાયદો નથી મળી રહ્યો.
 
Maruti Suzuki S-Presso
મારુતિ સુઝુકી S-Pressoના તમામ મેન્યુઅલ વેરિઅન્ટ પર રૂ. 31,000 સુધીના લાભો ઓફર કરી રહી છે, જ્યારે AMT વેરિઅન્ટ પર રૂ. 16,000 સુધીના લાભ ઉપલબ્ધ છે.

કંપની થર્ડ જનરેશનના મારુતિ સુઝુકી સ્વિફ્ટના તમામ મેન્યુઅલ વેરિઅન્ટ્સ પર રૂ. 27,000 સુધીના લાભો ઓફર કરી રહી છે, જ્યારે AMT વેરિઅન્ટ્સ પર રૂ. 17,000 સુધીના લાભો.